• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • દ્વારકામાં લગ્ન પતાવી પરત ફરતાં સુરતની લક્ઝરીને અકસ્માત : નવવધુ સહિત 4 મોત

દ્વારકામાં લગ્ન પતાવી પરત ફરતાં સુરતની લક્ઝરીને અકસ્માત : નવવધુ સહિત 4 મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂરતનાપુણા ગામનો ભદ્રેશ્વરા પરિવાર જાન લઇને દ્વારકા ગયો હતો. જ્યાંથી તેઓ લગ્ન પ્રસંગ પુર્ણ કરી સૂરત તરફ પરત જઇ રહ્યાં હતાં. તે વેળાં નબીપુર નજીક કવિઠા ચોકડી પાસે રોડની વચ્ચે ઉભેલાં એક ડમ્પરમાં બસ ભટકાઇ જતાં બસમાંના જાનૈયાઅો પૈકી નવવધુ, સાસુ-સસરા સહિત 4 વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં. જ્યારે 16થી વધુ જાનૈયાઓને નાની મોટી ઇજાઓ થઇ હતી.

ભરૂચ નેશનલ હાઇવે પર કવિઠા ચોકડી પાસે આજે મંગળવારે સવારે સૂરતના જાનૈયાઓની બસ રોડમાં વચ્ચે ઉભેલી રેતી ભરેલી ડમ્પરમાં ભટકાતાં સર્જાયેલાં ગોજારા અકસ્માતમાં નવવધુ તેમજ સાસુ, સસરા સહિત ...અનુસંધાન પાના નં.2

4 વ્યક્તિઓ કાળને ભેટ્યાં હતાં. સૂરતના પુણા ગામે ભૈયાનગર પાસે આવેલી અર્પણ સોસાયટીમાં રહેતાં તુલસીભાઇ બાલુભાઇ ભદ્રેશ્વરાના પુત્ર સંજયના લગ્ન દ્વારકા ખાતે રહેતાં હસમુખભાઇ જેઠવાની પુત્રી હેમાની ઉર્ફે દિપા સાથે નક્કી થયાં હતાં. જેને પગલે તેઓ જાનૈયાઓ સાથે દ્વારકા ગયાં હતાં. જ્યાં લગ્ન પ્રસંગ પતાવીને તેઓ લક્ઝરી બસમાં સુરત પરત આવવા માટે રવાના થયાં હતાં. તે વેળાં ભરૂચ નેશનલ હાઇવે પર નબીપુર ઓવરબ્રીજથી નીચે ઉતરી આગળ જતાં કવિઠા ચોકડી પાસેની સાહિલ હોટલ સામે રોડની વચ્ચે ઉભેલી એક રેતી ભરેલી ડમ્પરમાં તેમની લક્ઝરી ધડકાભેર ભટકાઇ જતાં બસનો ડ્રાઇવર સાઇડનો એક ભાગ અડધો કપાઇ ગયો હતો. ગોજારા અકસ્માતમાં બસમાં બેસેલાં જાનૈયાઓ પૈકી નવવધુ હેમાની ઉર્ફે દિપા તેમજ સાસુ ગીતાબેન તુલસીભાઇ ભદ્રેશ્વરા, સસરા તુલસીભાઇ બાલુભાઇ ભદ્રેશ્વરા તેમજ અન્ય એક સંબંધી મહેશભાઇ બચુભાઇ ભેડાનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે નબીપુર તેમજ આસપાસના ગામના લોકો સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં. તેમણે ભારે જહેમતથી ઇજાગ્રસ્તોને બહાર કાઢી તેમને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટના ક્રમ

નાના વાહન ચાલકો રોંગ સાઇડે ઘુસ્યાં

અકસ્માતનાકારણે પાલેજથી ભરૂચ જવાના માર્ગ પર ટ્રાફિક જામ થતાં ભરૂચ તરફ જઇ રહેલાં કાર-જીપ સહિતના નાના વાહન ચાલકોએ તેમના વાહનો ઝંઘાર ગામ પાસેની ડિવાયરની ગેપમાંથી રોંગ સાઇડથી પોતાના વાહનો લઇ જતાં ભરૂચથી પાલેજ તરફ જતાં માર્ગ પર પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી.

ટ્રકના કારણે અકસ્માત થયો

^હાઇવે પરથી પસાર થતું એક ડમ્પર પંક્ચર પડતાં તેના ચાલકે પહેલાં ટ્રેક પર રેતી ભરેલું ડમ્પર ઉભું કરી દીધું હતું. પાછળથી આવતી લક્ઝરી બસના ચાલકે પુરઝડપે આવતાં અકસ્માતથી બચવા ડમ્પરને કટ મારવા જતાં ડમ્પરમાં ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. > સાદિકમુસ્તાક દિવાન, નબીપુર,પ્રત્યક્ષદર્શી

{ 2 ડિસેમ્બરે સંજય તુલસી ભદ્રેશ્વરાની જાન દ્વારકા જવા નિકળી

{ 3 ડિસેમ્બરે સવારે 10 કલાકે જાન દ્વારકા પહોંચી

{ કચ્છીની વાડીમાં જાનૈયાઓને ઉતારો અપાયો

{ 4 ડિસેમ્બરે સાંજે 5.30 કલાકના અરસામાં લગ્ન પ્રસંગ પુર્ણ થતાં જાનૈયાઓ સૂરત જવા નિકળ્યાં

{ રાત્રીના સમયે કુતિયાણી ગામ પાસે કર્ણાવતી હોટલમાં જાનૈયાઓએ ભોજન કર્યું

{ નબીપુરથી પહેલાં એક હોટલ પર વહેલી સવારે ચા- નાસ્તો માટે બસ રોકી હતી

{ સવારે 7 કલાકના અરસામાં કવિઠા પાસે અકસ્માત સર્જાયો

ભરૂચના કવિઠા પાટિયા પાસે રોડની વચ્ચે પંક્ચર થવાને કારણે ઉભી રાખેલી ટ્રકમાં જાનૈયાઓની લક્ઝરી બસ ભટકાઇ ગઇ હતી. તસવીર-રાજેશ પેઇન્ટર

CISFના જવાનો પણ દોડી આવ્યાં

જિલ્લામાંકોઈ અનિચ્છનિય બનાવ બને તે માટે વિવિધ વિસ્તારોમાં CISFના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઇ રહી છે. દરમિયાન આજે સવારે બનેલી ઘટનાની જાણ થતાં વિસ્તારમાંની CISFની ટીમ તુરંત સ્થળ પર આવી પહોંચી હતી. તેમજ તેમણે અકસ્માતગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કવાયત હાથ ધરી હતી.

ગોઝારા અકસ્માત વરરાજાએ પત્ની, માતા-પિતા અને એક સંબંધીને ગુમાવ્યાં

ભરૂચ નજીક કાવિઠા પાસે ડમ્પર સાથે બસ ભટકાઇ

ચાર કિમીનો ટ્રાફિક જામ સર્જાયો

રોડની વચ્ચે ઉભેલી રેતી ભરેલાં ડમ્પરમાં લક્ઝરી ભટકાતાં રેતી ભરેલું ડમ્પર પલટી જતાં રોડપર રેતી પથરાઇ ગઇ હતી. અકસ્માત થયેલી લક્ઝરી બસ પણ રસ્તામાં ખોટકાતાં ટ્રાફિક જામ થયો હતો. જેને પગલે પાલેજથી ભરૂચ તરફના માર્ગ પર 4 કીમીનો ચક્કાજામ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...