તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ જિલ્લામાં ચૂંટણીની કામગીરી માટે 1453 અધિકારીઓની નિમણૂક

ભરૂચ જિલ્લામાં ચૂંટણીની કામગીરી માટે 1453 અધિકારીઓની નિમણૂક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લાની પાંચ વિધાન સભાની બેઠકો માટેની ચુંટણી માટેની કામગીરી કરવા 1453 અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં તેમને તેમની ફરજ સોંપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં આગામી 9મી ડિસેમ્બરના રોજ યોજાનારી પાંચ વિધાનસભાની બેઠકની ચુંટણીની તૈયારીઓમાં વહિવટી તંત્ર જોતરાઇ ગયું છે. જિલ્લાના ભરૂચ, વાગરા, જંબુસર, ઝઘડિયા તેમજ અંક્લેશ્વર વિધાનસભાની બેઠક પરની ચુંટણી માટે મતદાન પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવામાં આવનારા સ્ટાફની જનરલ ઓબ્ઝર્વર એસ. સૂહેલ અલી અને વેક્ટેસ્પથી એસ. તથા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર સંદિપ સાંગલેની ઉપસ્થિતીમાં કલેક્ટર કચેરી ખાતે પાંચેય વિધાનસભા મતવિસ્તારની બેઠક માટે સેકન્ડ રેન્ડમાઇઝેશન કરીને સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી.

જેમાં ભરૂચ જિલ્લાના પાંચેય વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન મથક માટે 1453 પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજ સોંપવામાં આવી હતી. બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર સી. બી. બલાત, નાયબ ચુંટણી અધિકારી, નાયબ માહિતી નિયામક તેમજ ચુંટણી તંત્ર સાથે સંકળાયેલાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં

પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિ. પ્રિસાઇડિંગ ઓફિસરને ફરજ સોંપાઇ

અન્ય સમાચારો પણ છે...