તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભડકોદ્રાથી 36 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચએલસીબીની ટીમે ભડકોદરા ગામની નવીનગરી વિસ્તારમાંથી વિદેશી દારૂનો 36,000 ઉપરાંતનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક્ટીવા મોપેડ તેમજ 360 નંગ દારૂની બોટલ સાથે બુટલેગરને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.

એલસીબીના મહેશભાઇને અંકલેશ્વર તાલુકાના ભડકો્દરા ગામની નવીનગરીમાં વિદેશી દારૂનો વેપલો ચાલતો હોવાની બાતમી મળી હતી. પોલીસની ટીમે મનસુખ વસાવા નામના બુટલેગરને ત્યાં દરોડા પાડી પોલીસે દારૂની બોટલ તેમજ બિયરના ટીન 360 નંગ મળી કુલ 36,000ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ એક્ટીવા ગાડી કબજે લીધી હતી.

પોલીસે બુટલેગર મનસુખ વસાવા ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ આરંભી હતી.

દારૂ તથા બિયરની 360 બોટલ કબજે લેવાઇ

નવીનગરીમાં દારૂના વેપલા અંગે બાતમી મળી હતી

અન્ય સમાચારો પણ છે...