તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • પરવાનગી વિના સભા સંબોધવાના મુદ્દે કોંગ્રેસી ઉમેદવાર વિરૂદ્ધ ફરિયાદ

પરવાનગી વિના સભા સંબોધવાના મુદ્દે કોંગ્રેસી ઉમેદવાર વિરૂદ્ધ ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરાવિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારે નરણાવી ગામે પરવાનગી વિના જાહેર સભા સંબોધી હોવાના મામલે વાગરાના નોડલ અધિકારીએ દહેજ પોલીસ મથકે જાહેરનામાના ભંગ સંદર્ભમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાગરા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન મુસાભાઇ પટેલ રહે. જોલવાએ ગત 24મી નવેમ્બરના રોજ સાંજના સમયે નરણાવી ગામે સભા સંબોધી હતી. દરમિયાન વાગરા ચુંટણી વિભાગના ફ્લાઇંગ સ્કવોર્ડની ટીમે સભા સમયના જરૂરી પુરાવા એકત્ર કરતાં તેમણે માઇક પર ભાષણ આપ્યું હોવાનું તેમને જણાયું હતું. હાલમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ...અનુસંધાન પાના નં.2

ચૂંટણી વિભાગ સતર્ક છે

^વાગરાવિધાનસભા વિસ્તારમાં ચુંટણી દરમિયાન આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય તે માટેની તમામ તકેદારી રખાઇ રહી છે. બનાવમાં ચોક્કસ માહિતીઓ મળતાં તે સંદર્ભમાં ફરિયાદ નોંધાવ છે. > બી.એફ. ઝરિયા, ટીડીઓ,ભરૂચ.

ચૂંટણી વિભાગની ફ્લાઇંગ સ્કોર્ડની તપાસમાં મામલો બહાર આવ્યો

વાગરા વિધાન સભાના સુલેમાન પટેલે નરણાવીમાં સભા સંબોધી હતી

અન્ય સમાચારો પણ છે...