તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • અંકલેશ્વર શહેર તાલુકામાં ઇદે મિલાદની તૈયારીઓ શરૂ

અંકલેશ્વર શહેર તાલુકામાં ઇદે મિલાદની તૈયારીઓ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરશહેર તથા તાલુકામાં જશને ઇદેમિલાદુન્નબીની ઉજવણી તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પર્વને અનુલક્ષી ઠેર ઠેર રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. ઇદે મિલાદનું જુલુસ સૈયદ મુન્નવર બાવા, સજ્જાદનશીન મનસુરઅલી ઇનામદારની અધ્યક્ષતામાં 2 તારીખે યોજવામાં આવશે.

ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પૈગમ્બર સાહેબના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે દરગાહો તેમજ મસ્જિદોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. આગામી 2 જી ડિસેમ્બર રોજ ઈદે મિલાદ પર્વ અનુલક્ષી જુલુસ સૈયદ મુન્નવર બાવા તથા સજ્જાદનશીન મનસુરઅલી ઇનામદારની અધ્યક્ષતામાં યોજવામાં આવશે. સવારે 9:30 કલાકે કસ્બાતીવાડ જમાતખાનાથી હજરત પયગંબર સાહેબના બાલ મુબારક દરૂદો સલામ પઢતા પઢતા કાઢવામાં આવશે. જુલુસ નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારી (ર.અ)ના મઝાર ઉપર પહોંચશે.

જ્યાં હજરત પયગમ્બર સાહેબના પવિત્રબાલ મુબારકની જિયારત કરાવવામાં આવશે. સમગ્ર રૂટ દરમિયાન ઠેર ઠેર જુલુસનું વિવિધ કમિટીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. પ્રસંગે અલ ઉંમર કમિટી તરફથી ન્યાઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જુલુસના આયોજન સંદર્ભમાં મળેલી બેઠકમાં કમિટી પ્રમુખ સિકંદર ફડવાલા સહિત મુખત્યાર મલેક, મુસ્તાક હમિદ શેખ, રિયાઝ અહેમદ શેખ, ગુલામ હુસૈન શાકભાજીવાલા, હનીફ ભરૂચી, શૌકત ચિક્કીવાલા, ગુફરાન શેખ, અક્રમ શેખ સહિતના સભ્યો હાજર રહયાં હતાં.

આયોજનના સંદર્ભમાં કમિટીની બેઠક મળી હતી

2 ડિસેમ્બરે કસ્બાતીવાડથી જુલુસ નીકળશે

અંકલેશ્વર શહેર તથા તાલુકામાં ઇદે મિલાદની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તહેવારને અનુલક્ષી ઈમારતોને શણગારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...