તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

22 એટીએમ માંથી લોકોને રોકડા મળી રહ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીબાદ બેંકોને ખૂબ અપૂરતા પ્રમાણમાં રિઝર્વ બેંક તરફથી કેશ ફાળવવામાં આવી રહી હોય ભરૂચ અને નર્મદા જિલ્લાની 312 બેંકો અપૂરતી કેશથી લાચાર બની ગઇ છે. શનિવારે નોટબંધી વચ્ચે બેંકબંધી પણ હોવાથી પ્રજાને રોકડા માટે એટીએમ સેન્ટરો પર દિવસભર રઝળપાટ કરવો પડયો હતો.

તેમા પણ શહેરનાં 94 એટીએમ પૈકી માત્ર એસબીઆઇનાં 22 એટીએમમાં કેશ હોવાથી વહેલી સવારથી મોડી રાત સુધી એસબીઆઇનાં એટીએમ બહાર કેશ ઉપાડવા લોકોની લાંબી કતારો ખડકાયેલી રહી હતી.રવિવારે એસબીઆઇનાં એટીએમમાં પણ રહેલી કેશ ખાલી થઇ જતા ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 600 થી વધુ એટીએમ પણ કેશનાં અભાવે બંધ રહેતા પ્રજાને રોકડા કયાંયથી નહિ મળે.

અન્ય સમાચારો પણ છે...