તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • દહેજ ઔદ્યોગિક વસાહતની ઓપેલ કંપનીમાં કરંટ લાગતાં કામદારનું મોત

દહેજ ઔદ્યોગિક વસાહતની ઓપેલ કંપનીમાં કરંટ લાગતાં કામદારનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેજજીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઓપેલ કંપનીમાં નવી બની રહેલી ઇમારતમાં કામ કરી રહેલાં એક કામદારને અકસ્માતે વીજ કરંટ લાગતાં તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી ઓપેલ કંપનીમાં હાલમાં એક પ્લાન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં મુળ જંબુસર તાલુકામાં આવેલાં માલપોર ગામનો કિરણ ભરત પરમાર કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતો હતો. કંપનીની નવી બની રહેલી ઇમારતના ત્રીજા માળે કિરણ ભરત પરમાર બ્લાઇન્ડિંગનું કામ કરી રહ્યો હતો. તે વેળાં તેની પાસેથી પસાર થતાં એક વીજ વાયરને તે અકસ્માતને અડી જતાં તેને જોરદાર વીજળીનો ઝટકો લાગ્યો હતો. જેને કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાને પગલે આસપાસમાં કામ કરતાં અન્ય કામદારો સ્થળ ઉપર દોડી આવતાં તેમણે તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેનું પરિક્ષણ કરતાં તબીબોએ તેનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડતાં એક તબક્કે મૃતકના પરિવારને સહાયના મામલે રકઝક થઇ હતી. જોકે કંપની સંચાલકોએ વળતર ચુકવવાની બાંહેધરી આપતાં મામલો થાળે પડ્યો હતો. દહેજ પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાતાં તપાસ હાથ ધરી છેે.

ઘટનાની તપાસ કરી કાર્યવાહી કરાશે

^દહેજનીઓપેલ કંપનીમાં કામદારનું કામ કરતી વેળાં મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. ઘટના કયાં સંજોગોમાં બની તે અંગેની તપાસ કરવામાં આવશે. કંપનીમાં ઘટના સર્જાઇ હોઇ તમામ પાસાઓને ચકાસી તે બાદ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.>ડી. કે.દવે, ફેક્ટરીઇન્સ્પેક્ટર, ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ.

અન્ય સમાચારો પણ છે...