તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ સ્ટેશને ઝીરો વિઝિબીલીટી : 8 ટ્રેનો મોડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંસતત બીજા દિવસે ગાઢ ધુમ્મસને કારણે 8 ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતાં 30 થી 90 મિનિટ સુધી મોડી પડતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. સતત બીજા દિવસે ભરૂચ શહેર જિલ્લામાં વહેલી સવારે ઝીરો વિઝીબીલીટીના કારણે વાહન વ્યવહારને પર અસર પહોંચી હતી. જોકે ધુમ્મસની ચાદર છવાતાં મુસાફરોને અડધો કલાકથી એક કલાક સુધી રેલવે સ્ટેશન પર અટવાઇ જવાનો વારો આવ્યો હતો.

છેલ્લા બે દિવસથી ધુમ્મસભર્યા વાતાવરણને કારણે રેલવ્યવહાર તથા વાહનવ્યવહાર ઉપર અસર જોવા મળી રહી છે. ભરૂચમાં સતત બીજા દિવસે વહેલી સવારથી ધુમ્મસની ચાદર છવાઇ જતાં ટ્રેનો મોડી પડી હતી. ઝીરો વિઝીબીલીટીનો માહોલ હોવાથી અકસ્માતો ટાળવા માટે ટ્રેનોની ઝડપી ઘટાડી દેવાની રેલવે તંત્રને ફરજ પડી છે. આજે શુક્રવારે ભરૂચ સ્ટેશને આવતી ગુજરાત કવીન, ગાંધીધામ એકસપ્રેસ, મેમુ, કર્ણાવતી એકસપ્રેસ, ભીલાડ એકસપ્રેસ, અમદાવાદ લોકલ, વલસાડ- વિરમગામ પેસેન્જર અને ઇન્ટરસીટી એકસપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં 30 થી 45 મિનિટ સુધી મોડી પડી હતી. ટ્રેનો લેટ થતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

9 વાગ્યા બાદ ટ્રેનો રાબેતા મુજબ

વહેલી સવારથી ધુમ્મસ હોવાથી ભરૂચ સ્ટેશને આવતી 8 થી વધારે આવતી ટ્રેનો લેટ પડી હતી. સવારે 9 વાગ્યા બાદ તડકાની સાથે ધુમ્મસની અસર ઓછી થતાં વિઝિબીલીટીમાં વધારો થયો હતો અને ટ્રેનો રાબેતા મુજબ શરૂ થઇ જતાં લોકોને રાહત થઇ હતી.

આંકડા મિનીટમાં

60

ઇન્ટરસીટી

90

અમદાવાદલોકલ

30

કર્ણાવતી

75

વલસાડપેસેન્જર

45

ભીલાડએકસપ્રેસ

60

મેમુ

ભરૂચમા કઇ ટ્રેન કેટલો સમય મોડી પડી

} અકસ્માત થતાં અટકાવવા માટે ટ્રેનોની ઝડપ ઘટાડી દેવામાં આવી : ગાઢ ધુમ્મસના કારણે ખેતી પર અસર થવાની સંભાવના

} ગાઢ ધુમ્મસને કારણે ટ્રેનો 30 થી 90 મિનિટ સુધી મોડી પડતાં સંખ્યાબંધ મુસાફરોને રેલવે સ્ટેશને અટવાઇ જવાનો વારો

ભરૂચ શહેરમા઼ સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસે વ્યવહાર થંભાવી દીધો હતો. તસવીરમાં ધુમ્મસના કારણે ઝીરો વિઝીબીલીટી થતાં વાહનચાલકોને હાલાકી પડી હતી. તો ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી હતી. }રાજેશ પેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...