તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ જિલ્લામાં ધુમ્મસથી 500 એકર જમીનમાં કેરીના પાકને નુકસાનની ભીતિ

ભરૂચ જિલ્લામાં ધુમ્મસથી 500 એકર જમીનમાં કેરીના પાકને નુકસાનની ભીતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંછેલ્લા બે દિવસથી ધુમ્મસભર્યા વાતાવરણને કારણે 500 એકર જમીનમાં વાવેતર કરાયેલાં કેરીના પાકને નુકશાન થવાની સંભાવનાઓ વધી છે. આંબા પર રહેલા કેરીના મોર ઝાકળના પાણીથી બળી જાય તેવા સંજોગો ઉભા થયાં હોવાનું ખેડૂતો જણાવી રહયાં છે.

શિયાળાના અંતિમ ચરણમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભરૂચમાં છેલ્લા બે દિવસથી વહેલી સવારે ધુમ્મસ જોવા મળી રહયું છે. મોસમે કરવત બદલતાં જિલ્લામાં 500 એકર જમીનમાં વાવેતર કરાયેલાં કેરીના પાકને નુકશાન થવાની સંભાવનાઓ જોવાઇ રહી છે. ધુમ્મસને કારણે આંબાવાડીઓ ધરાવતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. જિલ્લામાં અંકલેશ્વર તથા નિકોરા પંથકમાં સૌથી વધારે આંબાવાડીઓ આવેલી છે.

ઝાકળથી આંબા પરનો મોર બળી જવાનો ખતરો ઉભો થયો છે. કેરીનો પાક ઓછો ઉતરતાં લોકોને પણ ઉનાળામાં મોંઘા ભાવની કેરી ખાવી પડશે. ગત વર્ષે લંગડો અને કેસર કેરીનો ભાવ 20 કીલોના 600થી 800 રૂપિયા હતો તે વધીને વર્ષે 1000 થી 1200 રૂપિયા થાય તેવા સંજોગો ઉભા થયાં છે.

^ ઝાકળને કારણે આંબા પરના મોર બળવાની શકયતાથી પાક ઓછો ઉતરશે અને તેનાથી ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવું પડશે. પાક ઓછો ઉતરશે તો લોકોને મોંઘા ભાવની કેરીઁ ખાવી પડશે. >જમીયત પટેલ,ખેડૂત,

^ જમીન પરના દબાણમાં ઘટાડો થતાં વાતાવરણમાં રહેલી વરાળ ધુમ્મસના સ્વરૂપે નીચે આવી જાય છે. ધુમ્મસ કોઇ પણ વસ્તુને અડે છે ત્યારે પાણીના ટીપામાં પરિવર્તિત થઇ જાય છે. ધુમ્મસથી કેરી અને ઘઉંના પાકને નુકશાન થઇ શકે છે. >મુકેશ પટેલ,મદદનીશસહસંશોધક વૈજ્ઞાનિક, ભરૂચ

ખેડૂતોને આર્થિક નુકશાન થશે

જમીન પરના દબાણમાં ઘટાડો

કયાં પાક પર શું અસર

{ઘઉં: ધુમ્મસનેકારણે ઘઉંના દાણા ચીમરાઇ જવાની શકયતા રહેલી છે. ઘઉંના પાકને બચાવવા માટે ખેડૂતોએ ફૂગનાશક દવાનો સ્પ્રે મારવો જોઇએ.

{ કેરી: કેરીનાપાકમાં ઝાકળને કારણે મોર ખરી જવાની સંભાવના રહેલી છે. ઝાકળના પાણીથી મોર બળી જાય છે. કેરીના પાકને બચાવવા માટે ખેડૂતોએ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો હિતાવહ છે.

ભરૂચ જિલ્લામાં મોરના કારણે આંબા પરથી મોરવા પણ ખરી પડ્યા છે.

કેરીનો પાક ઓછો ઉતરવાને પગલે મોંઘા ભાવની કેરી ખાવાની ફરજ પડશે

ભરૂચના વાતાવરણમાં પલટો : ઝાકળથી આંબા પરના મોર બળી જવાનો ખતરો

અન્ય સમાચારો પણ છે...