તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • નાગલ પુનગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે સજોદના યુવકનું મોત

નાગલ- પુનગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે સજોદના યુવકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરતાલુકાના સજોદ ગામેના 24 વર્ષીય ચૌહાણ સમાજ ના આશાસ્પદ યુવાન ગત મોડી સાંજે નોકરી પરથી પરત સજોદ આવતો હતો. દરમિયાન રસ્તામાં નાગલ- પુનગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર ઇજા પહોચતા અંકલેશ્વર બાદ ભરૂચ ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેનું ટૂકી સારવાર બાદ મોત નીપજવા પામ્યું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત પોલીસ સૂત્રિય માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે કૃષ્ણાનગર સોસાયટી ખાતે રહેતા 24 વર્ષીય કૃણાલભાઈ સુરેન્દ્રભાઈ ચૌહાણ પોતાના નિત્ય ક્રમ મુજબ અંકલેશ્વરથી નોકરી પૂર્ણ કરી પોતાની મોટર સાઇકલ પર પરત સજોદ આવી રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમની મોટર સાઇકલને ટક્કર મારતા ગંભીર ઇજા પહોચવા પામી હતી . જેને પ્રથમ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ માં અને ત્યારબાદ તેને ભરૂચ ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂકી સારવાર બાદ મોત નીપજવા પામ્યું હતું. બનાવ સંદર્ભે મૃતક ના પિતા સુરેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...