તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ESIC હોસ્પિટલ માટે ઉદ્ધાટનને લઈ સમસ્યા હશે તો દૂર કરાશે : કલેક્ટર

ESIC હોસ્પિટલ માટે ઉદ્ધાટનને લઈ સમસ્યા હશે તો દૂર કરાશે : કલેક્ટર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરજી.આઈ.ડી.સી 500 ક્વાટર્સ નજીક આવેલ ઇ.એસ.આઈ.સી હોસ્પિટલ છેલ્લા દોઢ વર્ષ ઉપરાંત થી બનીને તૈયાર હોવા છતાં માટે ઉદ્ધાટનને લઈ ચાલુ થઈ શકી નથી જે બાબતે છેલ્લા બે દિવસ થી આપના અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા કામદાર વર્ગની સમસ્યાને ઉજાગર કરતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જો માત્ર ઉદ્ધાટન તારીખ ની સમસ્યા હશે તો એને દૂર કરી વહેલી તકે ચાલુ કરવાની પહેલ કરી છે. રાજ્ય ને દેશના ગ્રોથએંજિન અને ગોલ્ડન કોરિડોર પર આવેલ ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હરણફાળ ભરી આજે વિશ્વકક્ષાએ નામના મેળવી રહ્યું છે. ત્યારે જિલ્લા માં કામદાર વર્ગ માટે એકપણ ઇ.એસ.આઈ.સી હોસ્પિટલ ના હોવાથી છેલ્લા 35 વર્ષ ઉપરાંત ની રજૂઆતને ધ્યાને લઈ ગત તારીખ 21 એપ્રિલ 2012ના રોજ કેન્દ્રની તાત્કાલિક યુ.પી.એ સરકાર માં સ્થાનિક રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ ના પ્રયાસો થી ખાતમુહૂર્ત વિધિ યોજી અંદાજિત 120 કરોડ ઉપરાંતના ખર્ચે 100 બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ શરૂ થયું હતું. જે નિયત સમયમાં પૂર્ણ થઈ હોસ્પિટલ તમામ સુવિધાથી સજ્જ થઈ ગઈ હતી. આજે છેલ્લા દોઢ વર્ષ થી માત્ર ઉદ્ધાટન તારીખ ને લઈ હોસ્પિટલ શરૂ થઈ શકી નથી ગત 2 જી ઓક્ટોબર 2015 ના રોજ તેનું લોકાર્પણ થવાનું હતું પરણતું સ્થાનિક કક્ષા આચાર સહિતા હોવાથી થઈ શક્યું નથી ત્યારે આજે સમયને પણ વીતીને ચાર મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છે. જે સમસ્યા અંગે અને જિલ્લાના કામદારો ને જરૂરી મેડિકલ સેવા વહેલી તકે ઊભી થાય તે દિવ્ય ભાસ્કર દ્વારા છેલ્લા બે દિવસ ઉજાગર કરી રહ્યું છે. જે અંગે જિલ્લા વહીવટી તંત્રને ધ્યાન દોરતા તેમણે માત્ર ઉદ્ધાટનને લઈ હોસ્પિટલ ચાલુ થઈ ના થઈ શકતી હોય તો સંબંધિત વિભાગમાં અંગે તાલમેલ કેળવી વહેલી તકે ઇ.એસ.આઈ.સી હોસ્પિટલ ચાલુ કરવા માટે પહેલ કરી છે.

તાત્કાલિક ચાલુ કરવા પ્રયત્ન કરાશે

ભાસ્કર ઇમ્પેક્ટ

અંકલેશ્વર ખાતે કામદોરને સારી સુવિધા આપવાના આશય સાથે બનાવવામાં આવેલી ઇએસઆઇસી હોસ્પિટલ. }હર્ષદ મિસ્ત્રી

^ ઇ.એસ.આઈ.સી હોસ્પિટલ માટે તારીખ સંબધિત સમસ્યા હશે તો તાત્કાલિક અસર થી તેને ચાલુ કરવાના અમારા પ્રયત્ન રહેશે. અગાઉ તબીબી નિમણૂક બાકી હોવાનું ધ્યાને હતું જો પ્રક્રિયા થઈ ગઈ હશે અને માત્ર ઉદ્ધાટન તારીખ ને લઈ હોસ્પિટલ ચાલુ નથી થઈ રહી તો બાબતે ત્વરિત અસર થી સંબધિત વિભાગનું ધ્યાન દોરી તારીખ મેળવી વહેલી તકે હોસ્પિટલ ચાલુ થાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે. >ડૉ. વિક્રાંતપાન્ડે, જિલ્લાસમાહર્તા

100 બેડની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર છતાં કાર્યરત થતાં કામદારોને લાંબો ફેરો

કામદાર વર્ગની સમસ્યા ધ્યાન આપી એનો ઉકેલ વહેલી તકે કરવા માટે જિલ્લા વહીવટી તંત્રની પહેલ

અન્ય સમાચારો પણ છે...