• Gujarati News
  • નર્મદાજિલ્લામા આજથી ત્રણ દિવસ સુધી ચાલનારી વણથંભી વિકાસયાત્રાનો આજે

નર્મદાજિલ્લામા આજથી ત્રણ દિવસ સુધી ચાલનારી વણથંભી વિકાસયાત્રાનો આજે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદાજિલ્લામા આજથી ત્રણ દિવસ સુધી ચાલનારી વણથંભી વિકાસયાત્રાનો આજે નાંદોદ તાલુકાના પોઇચાથી રૂા. 8 લાખનાં ખર્ચે નવનિર્મિત પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રને નાંદોદના ધારાસભ્‍ય શબ્દશરણ તડવીના હાસ્તે ખુલ્લુ મૂકવાની સાથે પ્રારંભ કરાવ્યો હતો.

ધારાસભ્ય તડવીએ રાજપીપળા મુખ્ય મથકે જિલ્‍લા સેવા સદનના કમ્પાઉન્ડમાં અંદાજે રૂા.86 લાખનાં ખર્ચે નવા બંધાયેલા જિલ્‍લા આયોજન મંડળનાં ભવનની તકતીનું અનાવરણ કરી જિલ્‍લાનાં વિકાસનાં આયોજનનાં કેન્દ્ર સમા ભવનનું લોકાર્પણ કર્યું હતું, જેમાં જિલ્‍લા પંચાયત પ્રમુખ મનજી વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ સુમંતાબેન વસાવા, ભારતીબેન તડવી, જિલ્‍લા કલેક્ટર સંદીપ સાગલે, ઇન્ચાર્જ જિલ્‍લા વિકાસ અધિકારી કે.એસ. મેણાત, જિલ્‍લા આયોજન અધિકારી જે.આર.પટેલ, ઇન્ચાર્જ જિલ્‍લા પોલીસ અધિક્ષક શ્રેયાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા આયોજન ભવનનાં ઉદઘાટન સમારોહને ખૂલ્લો મુકતાં ધારાસભ્ય શબ્દશરણ તડવીએ જણાવ્યું હતું કે, માત્ર એક વર્ષ કરતા પણ ખૂબ ઓછા સમયનાં ટૂંકા ગાળામાં જિલ્‍લા આયોજન ભવનનાં ખાતમુહુર્ત બાદ ગુણવત્તાયુક્ત અને સુવિધા સજ્જ મકાનનું બાંધકામ પૂર્ણ થતાં આજે ખુલ્લુ મુકાયું છે. નર્મદા જિલ્‍લાનાં સર્વાંગી વિકાસ માટે કુબેર ભંડારીના કેન્દ્ર સમા ભવનના માધ્યમથી જિલ્લા ના વિકાસને નવો વેગ મળશે.

પ્રારંભમાં જિલ્લા આયોજન અધિકારી જે.આર.પટેલે સૌને આવકાર્યા હતા. નાંદોદ તાલુકાના પોઇચામાંયોજાયેલા પશુ પ્રાથમિક સારવાર કેન્દ્રનાં ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય તડવીએ ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત વણથંભી વિકાસયાત્રાની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, ગ્રામજનોને ઉપલબ્ધ વિવિધ યોજનાકીય લાભો જરૂરિયાતમંદ લોકો મહત્તમ પ્રમાણમાં લેતાં થાય અને ઉપલબ્ધ થતા સુવિધાઓનો ભરપૂર લાભ લઇ પોતે પણ વિકાસયાત્રાના સહભાગી બને તેવો ઉદ્દેશ વણથંભી વિકાસયાત્રાનો રહેલો છે. પોઇચામાં સરપંચ નાગજીવસાવા, નાયબ પશુપાલન નિયામક ડૉ. એલ.એ. મગરવાડીયા, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી કે.એમ. જાની, ભરૂચ દૂધધારા ડેરીનાં ઉપપ્રમુખ દિનેશભાઇ, તાલુકા પંચાયત સભ્ય શાંતિલાલ વસાવા, કાર્યપાલક ઇજનેર નાગર, ડૉ. ભરતભાઇ સોલંકી ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.તેઓએ બેઠક યોજીને જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.