• Gujarati News
  • અંકલેશ્વરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિદ્યાલય દ્વારા 1 જૂનથી આધ્યાત્મિક મેળો

અંકલેશ્વરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિદ્યાલય દ્વારા 1 જૂનથી આધ્યાત્મિક મેળો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરશહેર શક્તિનગર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય કેન્દ્ર દ્વારા મોદીનગર બસ સ્ટેન્ડ સામે આગામી 1 જૂનથી 7 મી જૂન સુધી આધ્યાત્મિક ઝાંખી કરાવતા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી.

અંકલેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય કેન્દ્ર દ્વારા આયોજિત સાપ્તાહિક ઝાંખી મેળા અંગે માહિતી આપવા માટે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં બ્રહ્માકુમારીઝ હેતલબેન ભરૂચ સબ ઝોનના પ્રભાબેન તેમજ અંકલેશ્વર કેન્દ્ર સંચાલિકા નીમાબેને જણાવ્યું હતુંકે આગામી 1 જૂનના રોજ સાંજે 6 કલાકે આધ્યાત્મિક મેળાનું ઉદધાટન પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવશે.

એક સપ્તાહ સુધી યોજાનારા ઝાંખીમાં નિદ્રામાંથી જાગતા 17 ફૂટ ઉંચા કુંભકર્ણ, ચૈતન્ય દેવીઓની ભવ્ય ઝાંખી, પરમાત્મા અનુભૂતિ દર્શન, વ્યસન મુક્તિ મંડપ ,બાળકો માટે વેલ્યુ ગેમ મંડપ સહીત વિવિધ ઝાંખી કરાવતા સ્ટોલ બનાવામાં આવ્યા છે. જેનો લાભ મુલાકાતીઓ નિશુલ્ક ઉઠાવી શકશે.તારીખ 3 થી 5 અને 7 થી 10 દરમિયાન તનાવ મુક્ત રાજયોગ શિબિરનું આયોજન સવારે 7 થી 8 અને સાંજે 7 ની વચ્ચે વિના મુલ્યે યોજવામાં આવશે જેમાં યોગ નિદર્શન કરી માર્ગદર્શન આપવામાં આવશે. આગામી 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. જેને લઈ યોગ અંગે લોકોમાં જાગૃતિ માટે પણ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવશે.

અંકલેશ્વરમાં પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ ઇશ્વરીય વિદ્યાલય દ્વારા તા. 1 જૂનથી આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું ચે. જેની પત્રકારોને માહિતી પુરી પાડવામાં આવી હતી./તસવીર હર્ષદમિસ્ત્રી