• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • રાજયમાં સિગારેટ અને ટોબેકો પ્રોેડકટ એકટનો અમલ કરાવવાની રજૂઆત

રાજયમાં સિગારેટ અને ટોબેકો પ્રોેડકટ એકટનો અમલ કરાવવાની રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયમાંસિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડકટ એકટ તથા ફૂડ સેફટી એકટનો અમલ કરવામાંગણી સાથે સ્પર્શ સંસ્થા દ્વારા વડાપ્રધાન મોદીને રજૂઆત કરાઇ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરાયેલી રજૂઆતમાં જણાવ્યાં અનુસાર સ્પર્શ સંસ્થા તરફથી વડોદરા અને ભરૂચ જિલ્લામાં તમાકુના સેવાનથી થતી હાનિકારક અસરો અંગે જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. કોપ્ટા એકટ 2003ની જાહેરાત માટે વિવિધ સ્થળોએ બોર્ડ લગાડવામાં આવે, તમાકુની બનાવટોનું ગમે ત્યાં થઇ રહેલાં વેચાણ, લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો, કાયદાનો ભંગ કરનારાઓને 3 વર્ષને બદલે 10 વર્ષ કેદની સજા કરવામાં આવે સહિતની માંગણીઓ કરવામાં આવી છે. દેશમાં સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડકટ અને ફૂડ સેફટી એકટ અમલમાં હોવા છતાં બિન આરોગ્યપ્રદ તમાકુ બનાવટોના વેચાણ લાયસન્સ તમાકુ બનાવટ પેકિંગ કરી વેચાણ કરવાના લાયસન્સ આપવામાં આવી રહયાં છે

ગુજરાતમાં અમલ થતો નથી

^ગુજરાતમાંકોપ્ટા -ફૂડ સિકયુરિટી એકટનો અમલ થતો નથી. બંને કાયદાઓની અમલવારીના અભાવે ઠેર ઠેર તમાકુ અને તેની બનાવટોનું વેચાણ થઇ રહયું છે.>આશિષ ભટ્ટ,ચેરમેન,સ્પર્શ

અન્ય સમાચારો પણ છે...