• Gujarati News
  • દૂધધારા ડેરીમાં 29મી જૂનના વ્યવસ્થાપક મંડળની ચંૂટણી

દૂધધારા ડેરીમાં 29મી જૂનના વ્યવસ્થાપક મંડળની ચંૂટણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી (દૂધધારા ડેરી)ના વ્યવસ્થાપક મંડળની ચૂંટણી 29 જૂનના રોજ યોજવામાં આવશે. 30મી મેના રોજથી ઉમેદવારીપત્રોનું વિતરણ શરૂ કરાશે. જયારે 30મી જૂનના રોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ભરૂચમાં આવેલી વિવિધ સહકારી સંસ્થાઓના વ્યવસ્થાપક મંડળની ચૂંટણીઓ યોજાઇ રહી છે. સુગર ફેકટરીઓની ચૂંટણી બાદ હવે ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળની ચૂંટણી થશે. ગરુડેશ્વર, નાંદોદ, ઝઘડિયા, વાલિયા, હાંસોટ, વાગરા, અામોદ, જંબુસર, દેડિયાપાડા અને સાગબારાના સભાસદોને ચૂંટણીમાં આવરી લેવાશે. ભરૂચ એસડીએમ ઓફિસ ખાતેથી 30મી મેથી ઉમેદવારીપત્રોનું વિતરણ કરાશે. 13મી જૂન સુધી ભરેલાં ઉમેદવારીપત્રો રજૂ કરી શકાશે. 15મી જૂનના રોજ ભરેલાં ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે અને 17મી સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. 29મીના રોજ જિલ્લા આયોજન ભવનના હોલમાં મતદાન કરાવવામાં આવશે અને 30મીના રોજ સવારે 9 કલાકથી મતોની ગણતરી હાથ ધરવામાં આવશે.