તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ માટે પ્રોત્સાહન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચજિલ્લામાં અધુરો અભ્યાસ છોડી દેનારી 116 છાત્રાઓ માટે શિક્ષણના દ્વાર પુન: ખુલ્યાં છે. રોટરી કલબના સેકન્ડ ચાન્સ પ્રોજેકટ હેઠળ તેમને શિક્ષણ આપવામાં આવી રહયું છે. પ્રથમ ચરણમાં 129 છાત્રાઓ ધોરણ 10ની પરીક્ષા આપશે તેમના માટે કલસ્ટરમાં શિક્ષણકાર્યની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લો 100 ટકા સાક્ષરતા તરફ આગળ વધે તે માટે રોટરી પણ પૂર્વ ડિસ્ટ્રીક ગવર્નર અશોક પંજવાણી દ્વારા પહેલ કરવામાં આવી છે.અંકલેશ્વર હાસોટ ઝગડીયા અને વાલિયા તાલુકા ના 150 ગામોમાં પ્રથમ તબક્કામાં સર્વે કરી દીકરીઓ કયા કારણો સર શાળા છોડી રહી છે તે અંગે વિસ્તૃત અહેવાલ તૈયાર કરાયો હતો. તેમને આગળ અભ્યાસ કરવા અંગે નડતી મુઝવણ દૂર કરી આગળ વધવા માટે તક આપવાનું નક્કી કરી સેકન્ડ ચાન્સ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર, ઝગડીયા અને વાલિયા તાલુકા ના 150 જેટલા ગામો માથી 116 જેટલી દીકરીઓને તેમના પરિવાર ના સહયોગ થી પસંદ કરી 8 થી 10 ગામો વચ્ચે તેમને અનુકૂળ આવે અને નજીક પડે તેવા 6 જેટલા ગામો સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. અને શિક્ષકો પાસે થી તેમને રોજના વિશેષ વર્ગ ચાલુ કરી આભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેથી તેવો આગામી ધોરણ 10ની બોંર્ડ પરીક્ષા આપી શકે તેમજ ઉચ્ચ અભ્યાસ કરી શકે. તે દિશામાં રોટરી શાળા છોડી જતી દીકરી ઓને જીવના ની બીજી તક રૂપી સેકન્ડ ચાન્સ આપવામાં આવ્યો છે.

બાળકોના ભવિષ્ય માટે આગળ ભણી રહી છું

^ધોરણ10 માં અભ્યાસ કરવાની પૂર્ણ ઈચ્છા હતી મારા પતિ દ્વારા આભ્યાસ બાબતે તકરાર થતા અને હું પતિ શિવાય રહું છું અને મજૂરી કરવા સાથે વર્ગ માં જઈ અભ્યાસ કરું છું. જો હું ભણીશ તો મારા બાળકોનું ભવિષ્ય બનશે.અને મને પણ સારી નોકરી મળશે. >દિવાળી બેનવસાવા, અભ્યાસકર્તા

ભરૂચ જિલ્લાને 100 ટકા સાક્ષર બનાવાશે

^ખાસ કરી ગ્રામ્ય વિસ્તારની દીકરી જેમણે શાળા કોઈ કારણો સર છોડી દીધી છે તે દિશામાં તેમજ ભરૂચ જિલ્લો 100 ટકા સાક્ષરતા પ્રાપ્ત કરે તે દિશામાં આમરા વિવિધ પ્રોજેટક અંતર્ગત પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. દીકરીઓ ભણી ગણી આગળ વધે દિશામાં અમારાઆ પ્રયાસ છે. >મીરાબેન પંજવાણી,પૂર્વપ્રમુખ, રોટરી કલબ

પ્રથમ ચરણમાં 129 છાત્રાઓ ધોરણ 10ની પરીક્ષા આપશે : 6 ક્લસ્ટર પર શિક્ષકો દ્વારા રોજ શિક્ષણ

116 છાત્રાઓ માટે શિક્ષણના દ્વાર પુન: ખુલ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો