તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • દીકરી બચાવો,દેશ વિશ્વ બચાવોના અભિગમ સાથે શ્રીજીની સ્થાપના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીકરી બચાવો,દેશ-વિશ્વ બચાવોના અભિગમ સાથે શ્રીજીની સ્થાપના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનીકે. જે. પબ્લિક લાઇબ્રેરીમાં દીકરી બચાવો દેશ - વિશ્વ બચાવો અભિગમ સાથે માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. કન્યા શાળાના શિક્ષક ગણેશ કન્યાઓને શિક્ષણ આપતા હોવાની થીમ સાથે અદભૂત દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું ાં છે.

ભરૂચમાં આવેલી કે. જે. ચોક્સી પબ્લિક લાઇબ્રેરી દ્વારા એક ખૂબ ગંભીર પ્રશ્નનું નિરાકરણ માગતા વિષય સાથે શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી છે. જેમાં “દીકરી બચાવો,દેશ-વિશ્વ બચાવો”ના અભિગમ સાથે સ્થાપના કરાયેલી માટીની ઈકોફ્રેન્ડલી પ્રતિમા લાયબ્રેરીના લાયબ્રેરીયન નરેન્દ્ર સોનાર દ્વારા બનાવવામાં આવી છે. ઉપરાંત ગણેશ ઉત્સવ દિકરીઓ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે. લાઇબ્રેરી ખાતે સ્થાપના કરાયેલાં ગણેશજીને કન્યા શાળાના એક શિક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે જેઓ કન્યાઓને અભ્યાસ કરાવી રહ્યા છે. તેઓ શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી સમાજને પ્રેરણા આપવા માંગે છે કે જો આપણે દિકરીઓને નહી બચાવીએ તો ધીમે ધીમે સૃષ્ટી પર માનવ જીવન લુપ્ત થતું જશે. ગણેશજીની પ્રતિમાનું કુત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવે છે.

ભરૂચમાં કન્યાશાળાના શીક્ષક તરીકેની ભુમિકામાં શ્રીજી.

કન્યા શાળાની બાળાઓને શિક્ષક બની ભણાવતાં શ્રીજીની કૃતિ

ભરૂચની ચોક્સી લાઇબ્રેરી દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતીની બેસાડાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો