તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચના યુવાનોનો વિદેશમાં ડંકો સેગવાનો સુફિયાન ઝાંબિયાનો કેપ્ટન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના યુવાનોનો વિદેશમાં ડંકો સેગવાનો સુફિયાન ઝાંબિયાનો કેપ્ટન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચજિલ્લા 6 યુવાનોએ વિદેશી ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને અનોખી સિધ્ધિ મેળવી છે. ભરૂચના સેગવા ગામના 04 યુવાનોએ ઝાંબીયાની અંડર 19 ટીમમાં રમી રહયાં છે. પાનોલી નજીક આવેલાં હથુરણ ગામનો ગુલામ બોદી દક્ષીણ આફ્રિકા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુકયો છે તથા મુળ ઉમરાજ ગામનો વતની હસીબ હમીદ ઇગ્લેન્ડની લેંકેશાયર કાઉન્ટીની ટીમનો સભ્ય છે. ઝાંબીયાની અંડર 19 ટીમના કેપ્ટન બનેલાં સેગવાના મહંમદ સુફીયાનના પિતા વિદેશ જતાં અગાઉ ડ્રાયવીંગ કરતાં હતાં.

ઇખર ગામના સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતાં મુનાફ પટેલની ભારતીય ટીમમાં પસંદગી થયાં બાદ જિલ્લામાં ક્રિકેટનો ક્રેઝ વધ્યો છે. ભરૂચ તાલુકાના સેગવા ગામના અફઝલ અલી ઇસાનો પુત્ર મહંમદ સુફિયાન ઝાંબિયા દેશની અંડર 19 ક્રિકેટ ટીમના સુકાની તરીકે વરણી થતાં સમસ્ત મુસ્લિમ વ્હોરા પટેલ સમાજમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. પાનોલી નજીક આવેલાં હથુરણ ગામના મુળ વતની ગુલામ હુસેન બોદી પર સાઉથ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી ચુકયો છે. ગુલામ બોદીએ ઓગષ્ટ 2007માં બુલાવાયો ખાતે ઝીમ્બાવે સામે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ભરૂચના ઉમરાજ ગામનો મુળ વતની હસીબ હમીદ પર ઇગ્લેન્ડમાં તેનું કૌવત બતાવી રહયો છે. ઇગ્લેન્ડની અંડર 15 અને 19 તથા લેંકેશાયર કાઉન્ટીની ટીમમાં સ્થાન મેળવી ચુકયો છે. હસીબની તાજેતરમાં ઇગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમમાં ઓપનર તરીકે પસંદગી કરાઇ છે.

મહંમદ સુફીયાન

હસીબ હમીદ

ગુલામ બોદી

તાન્ઝાનીયા સામેની મેચમાં મહંમદ સુફીયાને 68 રન બનાવ્યાં હતાં

^અમારાપરિવારમાં પહેલેથી ક્રિકેટમાં રસ છે. આજે 52 વર્ષની ઉમંરે હું પણ ક્રિકેટ રમું છું. સુફિયાનના પિતા વિદેશ જતાં અગાઉ ડ્રાયવિંગ કરતાં હતાં અને તેઓ પણ એક સારા વિકેટકીપર હતાં. અમારા ગામના 3 અને ટંકારીયાના 1 યુવાનની ઝાંબીયાની ટીમમાં પસંદગી થતાં ખુશી થઇ રહી છે. તાન્ઝાનીયા સામેની મેચમાં મહંમદ સુફિયાને 68 રન બનાવ્યાં છેે. >સિરાજ માહેર,મહંમદસુફિયાનના કાકા,

હથુરણનો મુળ વતની ગુલામ બોદી સાઉથ આફ્રિકા તરફથી રમ્યો છે

સુફિયાનના પિતા વિદેશ જતાં અગાઉ ડ્રાઇવરનો વ્યવસાય કરતાં હતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો