તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • પોલિસીના 3 બાકી હપ્તા ભરવાના નામે તબીબને ~1.20 લાખનો ચૂનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિસીના 3 બાકી હપ્તા ભરવાના નામે તબીબને ~1.20 લાખનો ચૂનો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનાતબીબે ઇન્સ્યોરન્સ પોલિસી ઉતાર્યા બાદ ત્રણ હપ્તા ભર્યાં હતાં. દરમિયાન તેમનો ટેલિફોનિક સંપર્ક સાંધી તેની પોલિસી લેપ્સ જાય તે માટે ત્રણેય હપ્તાના રૂપિયા એક એકાઉન્ટમાં જમા કરવા જણાવતાં તબીબે તે એકાઉન્ટમાં ~1.20 લાખ ભર્યાં હતાં. જોકે બાદમાં રૂપિયા જમા કરાયાના લાંબા સમય બાદ પણ પોલિસીની રસીદ નહીં આવતાં તપાસ કરતાં કોઇએ તેમની સાથે ઠગાઇ કરી હોવાનું માલુમ પડ્યું હતું. જેને પગલે તબીબે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચ માં આવેલી પટેલ સોસાયટીમાં રહેતાં ડો. લવેન્દ્રસિંહ ગોહિલે આઇસીઆઇસીઆઇની ઇન્સ્યોરન્સ પોલિસી ઉતારી હતી. જોકે સંજોગોવશાત તેમણે પોલિસીના ત્રણ હપ્તા ભર્યાં હતાં. થોડા સમય પહેલાં તેમના મોબાઇલ ઉપર આદિત્ય કુમાર નામના શખ્સે સંપર્ક કરી તેમના ઇન્સ્યોરન્સ પોલિસીના ત્રણ હપ્તા બાકી હોવાનું જણાવ્યું હતું. બાદમાં એક એકાઉન્ટ નંબર આપી તેમાં રૂપિયા 1.20 લાખ જમા કરવા જણાવી રૂપિયા જમા થયાં બાદ તેમની પોલિસીની રિન્યુઅલ રિસિપ્ટ થોડા દિવસોમાં તેમને મળી જશે તેવી બાંહેધરી આપી હતી. તબીબે તે એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યાં હતાં. લાંબો સમયવિતી જવા છતાં તેમની રિસિપ્ટ આવતાં તેમણે કંપનીમાં તપાસ કરતાં કંપની તરફથી તેમને કોઇ પણ પ્રકારનો ફોન થયો હોવાનું તેમજ તેમના રૂપિયા જમા થયાં હોવાનું માલુમ પડ્યું હતું. અજાણ્યા શખ્સે તેમની સાથે છેતરપિંડી કર્યાનું જણાતાં તેમણે ભરૂચ પોલીસ મથકે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમામ પાસાની તપાસ ચાલી રહી છે

^તબીબને ફોન કરનાર શખ્સની વિગતો મેળવવા સાથે એકાઉન્ટ ધારકની વિગતો મેળવવામાં આવી છે. પુર્વઆયોજિત કાવતરૂ રચીને તેમને છેતરવામાં આવ્યાં હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. પ્રાથમિક તબક્કે આરોપીઓએ આઇસીઆઇસીઆઇ બેન્કમાંથી કે અન્ય કોઇરીતે વિગતો મેળવી હોવાનું લાગી રહ્યું છે. આરોપીઓને જેર કર્યાં બાદ સમગ્ર મામલાનો ખુલાસો થશે. હાલમાં કેસ સંલગ્ન તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. >આર. કે.લાડવા, ઇન્સ્પેક્ટર,ડિવિઝન.

કોઇ જાણભેદુએ ઠગાઇનો કારસો રચ્યો હોવાનું અનુમાન

પોલિસી રદ થાય તે માટે એકાઉન્ટમાં રૂપિયા ભરાવ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો