તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચમાં 7 દિવસમાં ~15 લાખના દારૂ સાથે 323 બુટલેગરો ઝડપાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં 7 દિવસમાં ~15 લાખના દારૂ સાથે 323 બુટલેગરો ઝડપાયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચજિલ્લામાં પોલીસે 7 દિવસમાં 15 લાખ રૂપિયા ઉપરાંતના દેશી-વિદેશી દારૂ સાથે 323 બુટલેગરોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસેે વિવિધ સ્થળોએ દરોડા પાડી 1307 લીટર દેશી દારૂ, 2,305 લીટર વોશ અને 15,901 વિદેશી દારુની બોટલો જપ્ત કર્યો છે.

દારૂ તથા જુગારની અસામાજીક પ્રવૃતિને કડક હાથે ડામી દેવા માટે રેન્જ આઇજી જી.એસ. મલિકના માર્ગદર્શન તથા ડીએસપી સંદિપસિંગની સુચનાથી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા સ્થાનિક પોલીસની ટીમોએ તા.3 થી 10 દરમિયાન પ્રોહિબીશન ડ્રાઇવ રાખી હતી. લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ લલિત વાગડીયાની આગેવાનીમાં ખાસ 3 ટીમો બનાવવામાં આવી હતી. ટીમોએ અંકલેશ્વર, ભરૂચ અને દહેજ વિસ્તારમાં ચાલતી અસામાજીક પ્રવૃતિ સામે કડક હાથે કાર્યવાહી શરૂ કરી હતી. ભરૂચ, અંકલેશ્વર, વાલીયા, ઝઘડીયા, હાંસોટ, આમોદ, જંબુસર, વાગરા સહિતના તાલુકાઓમાં એલસીબી તથા સ્થાનિક પોલીસે તવાઇ બોલાવી હતી. સાત દિવસની ડ્રાઇવમાં 323 બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યાં છે.

ભરૂચમાં 10 દિવસમાં ~15 લાખ ઉપરાંતનો દારૂ ઝડપી લેવાયો છે.

1307 લીટર દેશી દારૂ,15,901 વિદેશી દારુની બોટલો જપ્ત

સમગ્ર જિલ્લામાં એલસીબી તથા પોલીસની સઘન ડ્રાઇવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો