તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • બૌડામાં 63 જેટલા કર્મચારીઓના મહેકમ સામે 41 જગ્યાઓ ખાલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બૌડામાં 63 જેટલા કર્મચારીઓના મહેકમ સામે 41 જગ્યાઓ ખાલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ ( બૌડા)માં 63 કર્મચારીઓના મહેકમ સામે માત્ર 22 જગ્યા ભરવામાં આવતાં અત્યારે 41 જગ્યાઓ ખાલી પડી છે. સ્ટાફની ઘટને કારણે બૌડાની વહીવટી તથા દબાણ માપણી સહિતની કામગીરીમાં વિલંબ જોવા મળી રહયો છે. બૌડામાં સરકારે 4 કર્મચારીઓની નિયુકિત કરી છે જયારે 18 કર્મચારીઓ કોન્ટ્રાકટ પર ફરજ બજાવી રહયાં છે.

ભરૂચ તાલુકાના 55 અને અંકલેશ્વર તાલુકાના 34 મળી 89 ગામો તેમજ બે પાલિકા મળીને બૌડાની રચના કરવામાં આવી હતી. વર્ષ 2012માં બૌડાની રચના થયા બાદ 635 ચોરસકીમી વિસ્તારને બૌડામાં સાંકળી લેવાયો છે અને વિસ્તારમાં બાંધકામની પરવાનગી બૌડા હસ્તક છે. બૌડાની રચના થયાં બાદ 63 કર્મચારીઓનું મહેકમ ફાળવવામાં આવ્યું છે. 4 વર્ષ બાદ પણ બૌડામાં 41 જગ્યાઓ ખાલી પડી છે.

બૌડામાં સરકારે નિયુકત કરેલાં માત્ર 4 કર્મચારીઓ છે જયારે 18 કર્મચારીઓ કોન્ટ્રાકટ પર ફરજ બજાવી રહયાં છે. સ્ટાફની ઘટને કારણે બૌડાની વહીવટી તથા ટેકનીકલ એમ બંને કામગીરી પર અસર જોવા મળી રહી છે. જમીનની માપણી, દબાણની માપણી, વહીવટીકાર્ય વિલંબથી થઇ રહયું હોવાથી અરજદારોને હાલાકીનો સામનો કરવો પડે છે. ભરૂચ- અંકલેશ્વરમાં ઝડપથી વિકાસ થઇ રહયો છે ત્યારે બૌડાની કામગીરી ઝડપી બનાવવામાં આવે તે જરૂરી છે.

કઇ જગ્યાઓ ખાલી

{ મામલતદાર 01

{ નાયબ મામલતદાર 01

{ આફિસ સુપ્રીટેન્ડેન્ટ 01

{ હેડ કલાર્ક 02

{ સિનિયર કલાર્ક 02

{ ટાઉન પ્લાનર 01

{ જુ. ટાઉન પ્લાનર 01

{ સુપરવાઇઝર 03

{ કેડ ઓપરેટર 02

{ કેડ મેનેજર 08

{ આસી. કેડ મેનેજર 05

{ કેડ ઓપરેટર 08

{ હેડ સર્વેયર 02

{ સર્વેયર 01

{ એકાઉન્ટ ઓફિસર 01

ભરૂચ-અંકલેશ્વરમાં વિકાસ સત્તામંડળની 2012માં રચના કરાઇ હતી

સ્ટાફની ઘટને કારણે વહીવટી કામગીરી પર થઇ રહેલી અસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો