તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • નદી કિનારે પૂજાપાની સામગ્રી એમ ત્યજી દેતાં ધાર્મિક લાગણી દુભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નદી કિનારે પૂજાપાની સામગ્રી એમ ત્યજી દેતાં ધાર્મિક લાગણી દુભાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝાડેશ્વરનીલકંઠેશ્વર સ્થિત નર્મદા નદી કિનારે એક, દોઢ, ત્રણ, પાંચ અને સાત દિવસનાં શ્રીજીનું વિસર્જન વિવિધ ગણેશ મંડળો અને ઘરમાં સ્થાપિત ગણેશ ભક્તો દ્વારા શ્રદ્ધાભેર હાથ ધરાય રહ્યું છે. ગણેશજીનું આસ્થા અને ઉમંગ સાથે સ્થાપન કરનારા મંડળો અને શ્રદ્ધાળુઓ શ્રીજીની ભક્તિભાવ પૂર્વક ભક્તિ કર્યા બાદ તેઓનું વાજતે ગાજતે વિસર્જન કરી રહ્યાં છે.

જો કે મંડળો અને ગણેશ ભકતો વિસર્જનમાં નર્મદા મૈયાની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવાની જાગૃત્તતા ચૂકી ગયા હોય તેવો ઘાટ નીલકંઠેશ્વર ઘાટ ખાતે સર્જાયો છે. મૂર્તિઓનાં વિસર્જન સાથે લવાતો પૂજાપો, ફૂલો, અન્ય સામગ્રી, શણગારનો સામાન અને પ્લાસ્ટીકની બેગો શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યા બાદ નર્મદા નદી કિનારે છોડી દેવામાં આવતા ઘાટ અને કિનારા પર હાલ પૂજાપાનાં ઢગલખા ખડકાઇ જતા ધાર્મિક લાગણી દુભાઇ રહી છે. નદીની પવિત્રતા સાથે તેની સાથે જોડાયેલી આસ્થા અને સ્વચ્છતા જળવાઇ રહી નથી.

નીલકંઠેશ્વર ઘાટ ખાતે આયોજનનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ગણેશ મહોત્સવનાં પ્રારંભથી પૂજાપા સહિતની અન્ય સામગ્રી માટે કુંડા કે કોઇ અન્ય વ્યવસ્થા નહિ કરાતા આવો સ્થિતિ સર્જાઇ છે.

ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ખાતે વિસર્જન બાદ પૂજાપો શ્રધ્ધાળુઓ નદી કિનારે છોડી ગયાં હતાં. તસવીર-રાજેશપેઇન્ટર

જાગૃત્તતા નહિ દાખવતા નીલકંઠેશ્વર ઘાટે સર્જાયેલી સ્થિતિ

7 દિવસનાં ગણેશ વિસર્જન વેળા પૂજાપાનાં ઢગલા ખડકાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો