તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ દર્શન માટે મોડી રાત સુધી ભારે ભીડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણેશમહોત્સવ તેના આખરી ચરણમાં પહોંચવા સાથે ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં વિવિધ ગણેશ મંડળો ખાતે બિરાજમાન કરાયેલા શ્રીજીને નીહાળવા લોકોની ભીડ વધી રહી છે. શનિ અને રવિવારે રાતે ગણેશોત્સવ શહેરીજનોનાં ચક્કાજામ વચ્ચે સોળે કળાએ ખીલી ઉઠયો હતો. મોડી રાત સુધી લોકોએ પરીવાર સાથે ગણેશ દર્શન કરી ખાણી-પીણીની પણ મજા માણી હતી.

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગણેશોત્સવ ભક્તિભાવભેર આગળ વધી રહ્યો છે. વિવિધ મંડળો ખાતે આરતી, છપ્પનભોગ, અન્નકૂટ, સત્યનારાયણની કથા, વિવિધ સ્પર્ધાઓનું આયોજન થઇ રહ્યું છે. પંડાલોમાં વિવિધ સ્વરૂપમાં આકર્ષક લાઇટીંગ, સાઉન્ડ સીસ્ટમ, શણગાર અને ડેકોરેશન વચ્ચે બિરાજમાન કરાયેલા શ્રીજીને નિહાળવા પ્રજાનો પ્રવાહ પણ દિવસો પસાર થવા સાથે વધી રહ્યો છે. શનિવારે સાંજથી ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં શહેરીજનો વિવિધ ગણેશ આયોજન સ્થળે પરીવાર તેમજ મિત્રો સાથે ઉમટી પડ્યા હતાં.

શનિ અને રવિવારની રજામાં શહેરીજનો પરીવાર સાથે ઉમટ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો