તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવકનો સ્ત્રોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લાની સખીમંડળની 1708 બહેનોએ માત્ર 15 દિવસની મહેનતમાં કચરામાં ફેંકી દેવાતી લિંબોડી એકત્ર કરી તેના બદલામાં કુલ ~21.29ની આવક મેળવી હતી.

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા નીમ પ્રોજેક્ટ અંતર્ગત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સામાન્યત: કચરામાં ફેંકી દેવાતી લિંબોડીમાંથી આવક મળી શકે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જીએનએફસીને ખાતરને કોટિંગ કરવા માટે લિંબોડીના તેલનો ઉપયોગ કરતી હોય છે. જેના માટે જીએનએફસી અન્યત્ર માધ્યમથી રો-મટિરિયલ મેળવતી હોય છે. જોકે જિલ્લા પંચાયત દ્વારા સખીમંડળની બહેનોને આવકનો એક સ્ત્રોત મળી રહે તે માટે દરેક તાલુકાની સખીમંડળની બહેનોને તેમના વિસ્તારમાં આવેલાં લિમડાના વૃક્ષ પરથી પડતી લિંબોડી ભેગી કરી તેને એકસ્થળે એકત્ર કરી જીએનએફસીને આપવામાં આવે તો તેના બદલામાં તેમને રૂપિયા ચુકવવામાં આવ્યાં હતાં. ભરૂચ જિલ્લામાંથી કુલ 2.83 લાખ કિલો લિંબોડી સખીમંડળની બહેનોએ એકત્ર કરી હતી. જે જીએનએફસીને સુપરત કરવામાં આવતાં તેના બદલામાં બહેનોને કુલ 21.29 લાખ રૂપિયા ચુકવાયાં હતાં. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ જંબુસર તાલુકામાંથી લિંબોડી એકત્ર કરવામાં આવી હતી.

આવતા વર્ષે પ્રોજેક્ટને વધુ સક્રિય બનાવીશું

^આવર્ષે સખીમંડળની બહેનોએ 2.83 લાખ કિલો લિંબોડી એકત્ર કરી 21.29 લાખની આવક મેળવી છે. આવતાં વર્ષે વધુ સક્રિય રીતે પ્રોજેક્ટને અમલી કરવામાં આવશે. ઉપરાંત જિલ્લાની તમામ સખીમંડળની બહેનો તેનો લાભ મેળવે તેવો પ્રયાસ કરીશું. >આનંદ પટેલ,ડીડીઓ,ભરૂચ.

ભરૂચ જિલ્લાની સખીમંડળની 1708 બહેનોએ લિંબોડી એકત્ર કરીને ~21.29 લાખની આવક મેળવી હતી.

ખાતર ઉપર આવરણ માટે લિંબોડીના તેલની જરૂરિયાત : જંબુસરની બહેનો અગ્રેસર

સખીમંડળે લિંબોડીમાંથી ~ 21.29 લાખની આવક મેળવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો