તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભાડભૂતમાં ભકતોને 21 ફૂવારામાં સ્નાન સાથે વિસર્જનની વ્યવસ્થા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાડભૂતમાં ભકતોને 21 ફૂવારામાં સ્નાન સાથે વિસર્જનની વ્યવસ્થા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાડભૂતગામે નર્મદા નદીમાં 8 ફૂટથી વધુ ઊંચાઇનાં શ્રીજી અને ગણેશ ભકતો માટે પહેલીવાર 21 ફૂવારાઓમાં વિશેષ સ્નાન સાથે વિસર્જનની વ્યવસ્થા કરાઇ છે. શહેરની રોટરી કલબ ખાતે જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, એસપી સંદીપ સીંગ, ધારાસભ્ય દુષ્યંત પટેલ, એ, બી, અને સી ડિવિઝન પીઆઇ, ગણેશ આયોજક મંડળો, શાંતિ સમિતિનાં સભ્યો, ભાડભૂત પંચાયત, આગેવાન પ્રવીણ ટંડેલ સહિત અગ્રણીઓની બેઠક મળી હતી. શહેરમાં 8 ફૂટથી વધુ ઊંચાઇની શ્રીજીની પ્રતિમાનાં વિસર્જન અંગે ચર્ચા કરી હતી.

વિસર્જનમાં વીજળીનું વિઘ્ન આવે તે માટે ધારાસભ્ય દુષ્યંત પટેલે સ્થળ પર વિશાળ જનરેટરની વ્યવસ્થા કરાવવાની ખાતરી આપી હતી. વિસર્જન ટાંણે તરવૈયાની 60 ટીમ, 10 બોટ, તરાપા તૈનાત રહેશે. ક્રેઇન મારફતે સીધા બોટમાં શ્રીજીને મૂકી નદી વચ્ચે વિસર્જન થાય માટે એક મોટી બોટ પણ મંગાવાઇ છે. કલેકટર સંદીપ સાંગલે, એસપી સંદીપ સીંગ અને ધારાસભ્યે ભાડભૂત પંચાયત અને આગેવાનોને વિસર્જન માટે તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.

માછીમારો સવારથી વિસર્જન કાર્યમાં યોગદાન આપશે

8 ફૂટથી વધુ ઊંચાઇની શ્રીજીના વિસર્જન માટે બેઠક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો