તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે આમોદમાં શ્રીજીનું દબદબાભેર વિસર્જન કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આમોદમાં7માં દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવતું હોય છે. જેને પગલે આવતીકાલે સોમવારે આમોદમાં નાના-મોટા 79 ગણપતિનું વાજતેગાજતે અને ઢોલનગારા સાથે શોભાયાત્રા કાઢીને વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન સાથે બીજા દિવસે બકરી ઇદ આવતી હોઇ પંથકમાં સુમેળભર્યું વાતાવરણ બની રહે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. બે ડિવાયએસપી, 3 પીઆઇ તેમજ 13 પીએસઆઇ સહિત અંદાજિત 400 જેટલો કાફલાનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

આમોદ શહેરમાં દરવર્ષે 7માં દિવસે ગણેશની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. ગણેશ વિસર્જન તેમજ બીજા દિવસે બકરી ઇદ આવતી હોઇ પંથકમાં ખાસ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યોછે. આવતીકાલે સોમવારે ગામના 29 મોટા તેમજ 50 નાના ગણપતિનું વિસર્જન કરવામાં આવશે. બપોરના સમયેથી તબક્કાવાર રીતે શોભાયાત્રા કાઢી ઢોલનગારા સાથે વાજતેગાજતે શોભાયાત્રા નીકળશે.

વાવડી ફળિયા તળાવમા સુવિધા ઉભી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો