તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં ઢોર ડબ્બા માટે 2 એકરની માગણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેરમાં રખડતા ઢોરોને રાખવા માટે પાલિકાતંત્રએ 2 એકર જગ્યાની માંગણી કરી છે. ચાર સૂચિત જગ્યાઓ સાથે મુખ્ય અધિકારીએ કલેકટર કચેરીમાં દરખાસ્ત મોકલવામાં આવી છે. રખડતાં પશુઓને રાખવા માટે પાંજરાપોળ સંચાલકો ઇન્કાર કરી રહયાં હોવાથી ઢોર ડબ્બાની જરૂરિયાત ઉભી થઇ છે.

દર ચોમાસામાં શહેરના માર્ગો પર રખડતાં પશુઓ અડિંગો જમાવી દેતાં હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રખડતાં પશુઓને પુરવા માટે ઢોર ડબ્બો નહિ હોવાથી પાલિકા તંત્ર પશુપાલકો સામે લાચાર બની ગયું છે. પશુઓને કારણે ગંદકી તથા અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે. શહેરમાં આવેલી પાંજરાપોળના સંચાલકો રખડતા પશુઓને રાખતા નહિ હોવાથી પાલિકાને નવો ઢોર ડબ્બો બનાવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગઇકાલે નગરપાલિકાના સર્વેમાં 102 પશુપાલકો અને 970થી વધારે પશુઓની નોંધણી કરવામાં આવી છે. આલી, કુકરવાડા, ચાવજ અને દહેગામ મળી ચાર સરકારી જગ્યાઓ પર ઢોર ડબ્બો બનાવી શકાય તેવી દરખાસ્ત મુખ્ય અધિકારીએ કલેકટર કચેરીમાં કરી છે. ઢોર ડબ્બા માટે જગ્યા ફાળવવા માટે દરખાસ્તમાં જણાવવામાં આવ્યું છે. કલેકટર કચેરીમાંથી દરખાસ્ત મંજૂર થતાં ઢોર ડબ્બા માટેનો માર્ગ મોકળો બની જશે.

ઢોર ડબ્બો શું છે ?

શહેરમાંરખડતાં ઢોરને પકડીને તેને રાખવાની જગ્યાને ઢોર ડબ્બો કહેવામાં આવે છે. ઢોર ડબ્બામાં રાખવામાં આવતાં પશુઓ માટે પાણી તથા ઘાસચારાની વ્યવસ્થા કરવાની હોય છે. જેની તૈયારી રુપે પાલીકાએ જગ્યા માગી છે.

યોગ્ય જગ્યાની ફાળવણી કરાશે

^પાલિકાનીઢોર ડબ્બાની દરખાસ્ત મળ્યે યોગ્ય જગ્યા ફાળવવાની કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં ઢોર ડબ્બાની સુવિધા મળે અને લોકોને રખડતા પશુઓના ત્રાસમાંથી મુકિત મળે તે માટે તમામ પ્રયાસો કરાશે. >સંદિપ સાંગલે,કલેકટર

ભરૂચમાં રખડતાં પશુઓનો ઉપદ્રવ વધી જતાં પાલિકાએ પશુઓ પકડવા માટે અભિયાન શરૂ કર્યું હતું . શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગધેડાઓ પકડવામાં આવ્યાં હતાં. પાંજરાપોળના સંચાલકોએ ગધેડાઓને રાખવાનો ઇન્કાર કરી દેતાં તેને શહેરથી દુર છોડવાનું નકકી કરાયું હતું પરંતુ ત્યાં છોડવા જતાં ગામલોકોએ પાલિકાના કર્મચારીઓને ભગાડયાં હતાં. ઘટના બાદ શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી પર બ્રેક લાગી ગઇ છે.

નગરમાં જાહેરમા રખડતાં પશુઓ પકડવાની કામગીરી પર બ્રેક

શહેરમાં 970 કરતાં વધારે પશુઓ પાલિકાના સર્વેમાં નોંધાયાં : રખડતાં ઢોર માટે પાલીકા એકશનમાં

{ પાંજરાપોળ રખડતા પશુઓ રાખતા નથી તેથી ઢોર ડબ્બો જરૂરી

{ મુખ્ય અધિકારીએ કલેકટર કચેરીમાં જગ્યા માટે દરખાસ્ત મોકલી

{ આલી, કુકરવાડા, ચાવજ અને દહેગામ મળી 4 જગ્યાઓનો વિકલ્પ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો