• Gujarati News
  • 856 શાળામાં સાયરન વાળા તાળાં લગાવાશે

856 શાળામાં સાયરન વાળા તાળાં લગાવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્પેશ ગુર્જર.ભરૂચ @kalpeshgurjar79

ભરૂચજિલ્લામાં આવેલી 856થી વધારે સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર સહિતના ઉપકરણોની ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ તંત્રએ નવતર અભિગમ અપનાવ્યો છે. ખાસ પ્રકારના તાળાને તોડવાનો પ્રયાસ કરવામાં આવશે ત્યારે સાયરન ગુંજી ઉઠશે અને આસપાસના લોકોને શાળામાં ચોરી અંગેની જાણ થઇ જશે.

સાંપ્રત સમયમાં શિક્ષણમાં કોમ્પ્યુટરનું મહત્વ વધી ગયું છે. દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવતું હોવાથી શાળાઓ તરફથી કોમ્પ્યુટર તેમજ અન્ય ઉપકરણો વસાવવામાં આવે છે. કોમ્પ્યુટરનો વ્યાપ વધવાની સાથે શાળાઓમાંથી કોમ્પ્યુટર ચોરીના બનાવો પણ વધી ગયાં છે. શાળાઓમાંથી કોમ્પ્યુટરની ચોરી થઇ જતાં બાળકોના શિક્ષણ ઉપર સીધી અસર પડે છે. જિલ્લાની 856થી વધારે સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ વિભાગ તેમજ સુરક્ષા સેતુ સોસાયટી તરફથી નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. પોલીસ વિભાગે કરેલાં સર્વેમાં તસ્કરો કોમ્પ્યુટર ચોરીના બનાવોમાં નકુચા તોડી, તાળા તોડી અથવા તો દરવાજાને નુકસાન પહોંચાડી ચોરી કરતાં હોવાની વિગતો સપાટી પર આવી છે. સાયરનવાળા લોકને દિવસ દરમિયાન પાસવર્ડની મદદથી ડી એકટીવ પણ કરી શકાશે. ચોરીના બનાવો અટકાવવા માટે શાળાઓના કોમ્પ્યુટર રૂમના દરવાજા ઉપર સાયરન વાળા તાળા લગાડવાનું નકકી કરવામાં આવ્યું છે.

ભાસ્કર અેક્સક્લૂિઝવ

ખાનગી શાળા અને કોલેજોને પણ મદદ કરાશે

^શાળાઓમાંથીકોમ્પ્યુટર ચોરીની ઘટનાઓ બનતી અટકાવવા સુરક્ષા સેતુ સોસા.ની યોજના છે. ખાનગી શાળા-કોલેજોની દરખાસ્ત મળશે તો તેમનેં પણ મદદ કરાશેે. > શોભાભુતડા, એસપી,ભરૂચ

ભરૂચ જિલ્લાની સરકારી શાળાઓમાં ખાસ પ્રકારના સાયરનવાળા તાળા લગાડવા માટેનો અબિગમ અપનાવાવામાં આવ્યો છે. / તસવીરરાજેશ પેઇન્ટર

નવતર અભિગમ