• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • અંક્લેશ્વરની ESIC હોસ્પિટલનું આજે સીએમના હસ્તે લોકાર્પણ

અંક્લેશ્વરની ESIC હોસ્પિટલનું આજે સીએમના હસ્તે લોકાર્પણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંક્લેશ્વરનીઇએસઆઇસી હોસ્પિટલનું આવતી કાલે સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. 100 બેડની મલ્ટી સ્પેશિયાલીસ્ટ ઇએસઆઇસી હોસ્પિટલની શરૂઆતથી લોકોને રાહત થશે.

ભરૂચ જિલ્લામાં વિવિધ ઔધ્યોગિક વસાહતો આવેલી છે. ત્યારે છેલ્લાં 35 વર્ષથી ભરૂચમાં કામદારો માટે સારી સારવાર આપનારી હોસ્પિટલનું નિર્માણ થાય તેવી માંગ ઉઠી હતી. જેને પગલે વર્ષ 2012માં 100 બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ ઇએસઆઇસી હોસ્પિટલના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે દોઢ વર્ષમાં પુર્ણ થયાં બાદ હોસ્પિટલને વિધીવત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન 6 મહિના પહેલાં હોસ્પિટલમાં ઓપીડી સેવા શરૂ કરવામાં આવી હતી.મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલના નિર્માણ બાદ છેલ્લાં ત્રણ વર્ષથી તૈયાર થઇ ગયેલી ઇએસઆઇસી હોસ્પિટલનું આવતીકાલે સોમવારે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે વિધીવત પ્રારંભ કરવામાં આવશે. પ્રસંગે કેન્દ્રિય મંત્રી બંગારૂ દત્તાત્રેય પણ ઉપસ્થિ રહેશે.

...અનુસંધાન પાના નં.2

ઇએસઆઇસી હોસ્પિટલના નિર્માણ માટે કેન્દ્રમાંથી મંજૂરી અપાવવામાં મહત્વનું યોગદાન આપનાર સાંસદ અહેમદ પટેલે જણાવ્યું હતું કે, તેમને કાર્યક્રમનું નિમંત્રણ મળ્યું છે. જોકે તેમને અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું હોઇ તેઓ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં.

એન.સી.પી જિલ્લા પ્રમુખ ડી.સી.સોલંકી કાર્યક્રમનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આગામી ઈલેક્શનને લઇ સરકાર દ્વારા ચાલુ હોસ્પિટલ લોકાર્પણ બીજીવાર કરી રહ્યા છે તો કામદાર 31 વર્ષ રજૂઆત અને કોર્ટના હુકમથી હોસ્પિટલ બની છે જેનો જશ ખોટી રીતે ખાટવા માટે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

હોસ્પિટલમાં 6 માસ પહેલાં ઓપીડીની શરૂઆત થઇ હતી

મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલથી કામદારોને રાહત થશે

અન્ય સમાચારો પણ છે...