• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચના ડુમવાડ તથા કોઠીમાં બે ભયજનક મકાનો ઉતારી લેવાયાં

ભરૂચના ડુમવાડ તથા કોઠીમાં બે ભયજનક મકાનો ઉતારી લેવાયાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરમાં 500થી વધારે મકાનો ભયજનક હાલતમાં હોવાથી ચોમાસામાં કોઇ દુઘર્ટના બને તે માટે નગરપાલિકાએ ભયજનક મકાનોના સર્વેની કામગીરી શરૂ કરી છે જેમાં ડુમવાડ તથા કોઠી વિસ્તારમાં બે મકાનો ભયજનક હાલતમાં જણાતા તેને ઉતારી પાડવામાં આવ્યાં છે.

ભરૂચની ભૌગોલિક સ્થિતિને જોતાં જૂનું શહેર ટેકરા પર જયારે નવું શહેર તળેટીમાં વસેલું છે. જૂના શહેરમાં રતનતળાવ, બહાદુર બુરજ, વૈરાગીવાડ, ભીડભંજનની ખાડી, હજીરાનો ટેકરો, વ્હોરવાડ, કોટસફીલ, ટાવરટાંકી, ડુમવાડ, લલ્લુભાઇ ચકલા, જુના બજાર, લાલબજાર, વેજલપુર સહિતના વિસ્તારોમાં જૂની ઢબના ભયજનક મકાનો આવેલાં છે. ચોમાસામાં આવા મકાનો તૂટી પડવાની શકયતા સૌથી વધારે રહેલી હોય છે.

થોડા દિવસો અગાઉ વેજલપુરના પોપટીખાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટનામાં બાળકી સહિત બે વ્યકિઓના મોત નીપજ્યા હતાં. ભયજનક મકાનોમાં રહેતાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખી જિલ્લાકલેકટર ડૉ. વિક્રાંત પાંડેએ શહેરમાં ભયજનક મકાનોનો સર્વે કરાવવા માટે નગરપાલિકાના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જેના સંદર્ભમાં પાલિકાએ ભયજનક મકાનોના સર્વેની કામગીરી શરૂ કરી છે. નગરપાલિકાના સર્વેમાં કોઠી તથા ડુમવાડ વિસ્તારમાં બે મકાનો ભયજનક હાલતમાં જણાતા તેને ઉતારી લેવામાં આવ્યાં હતાં.

કલેકટરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરાશે

^શહેરમાં500 કરતાં વધારે મકાનો ભયજનક હોવાથી તેમના માલિકોને નોટિસ આપવામાં આવી છે. ભયજનક મકાનો અંગે સર્વેની કામગીરી ચાલી રહી છે. નોટિસની સમય મર્યાદામાં મકાનમાલિકો તેમના મકાનો ખાલી નહિ કરે તો તેમની સામે કલેકટરની કોર્ટમાં ફરિયાદ કરાશે. > કેતનવાનાણી, મુખ્યઅધિકારી, ભરૂચ

અન્ય સમાચારો પણ છે...