• Gujarati News
  • ભરૂચની 856 શાળામાં સાયરન વાળા તાળાં લગાવાશે

ભરૂચની 856 શાળામાં સાયરન વાળા તાળાં લગાવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્પેશ ગુર્જર.ભરૂચ @kalpeshgurjar79

ભરૂચજિલ્લામાં આવેલી 856થી વધારે સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર સહિતના ઉપકરણોની ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ તંત્રએ નવતર અભિગમ અપનાવ્યો છે. ખાસ પ્રકારના તાળાને તોડવાનો પ્રયાસ કરવામાં આવશે ત્યારે સાયરન ગુંજી ઉઠશે અને આસપાસના લોકોને શાળામાં ચોરી અંગેની જાણ થઇ જશે.

સાંપ્રત સમયમાં શિક્ષણમાં કોમ્પ્યુટરનું મહત્વ વધી ગયું છે. દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવતું હોવાથી શાળાઓ તરફથી કોમ્પ્યુટર તેમજ અન્ય ઉપકરણો વસાવવામાં આવે છે. કોમ્પ્યુટરનો વ્યાપ વધવાની સાથે શાળાઓમાંથી કોમ્પ્યુટર ચોરીના બનાવો પણ વધી ગયાં છે. શાળાઓમાંથી કોમ્પ્યુટરની ચોરી થઇ જતાં બાળકોના શિક્ષણ ઉપર સીધી અસર પડે છે. જિલ્લાની 856થી વધારે સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ વિભાગ તેમજ સુરક્ષા સેતુ સોસાયટી તરફથી નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. પોલીસ વિભાગે કરેલાં સર્વેમાં તસ્કરો કોમ્પ્યુટર ચોરીના બનાવોમાં નકુચા તોડી, તાળા તોડી અથવા તો દરવાજાને નુકસાન પહોંચાડી ચોરી કરતાં હોવાની વિગતો સપાટી પર આવી છે. સાયરનવાળા લોકને દિવસ દરમિયાન પાસવર્ડની મદદથી ડી એકટીવ પણ કરી શકાશે.

ચોરીના બનાવો અટકાવવા માટે શાળાઓના કોમ્પ્યુટર રૂમના દરવાજા ઉપર સાયરન વાળા તાળા લગાડવાનું નકકી કરવામાં આવ્યું છે. અંદાજે રૂા.750ની કિમંતના ખાસ પ્રકારના તાળા લગાડવા માટે સુરક્ષા સેતુ સોસાયટી તરફથી શાળાઓને આર્થિક સહાય અપાશે. દરેક સરકારી શાળામાં સાયરનવાળા તાળા લાગી જાય તે માટે પોલીસતંત્ર અને સુરક્ષા સેતુ સોસાયટી તરફથી પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે.

ખાનગી શાળા અને કોલેજોને પણ મદદ કરાશે

^શાળાઓમાંથીકોમ્પ્યુટર ચોરીની ઘટનાઓ બનતી અટકાવવા સુરક્ષા સેતુ સોસા.ની યોજના છે. ખાનગી શાળા-કોલેજોની દરખાસ્ત મળશે તો તેમનેં પણ મદદ કરાશેે. > શોભાભુતડા, એસપી,ભરૂચ

પોલીસ વિભાગનો પ્રયાસ આવકાર્ય છે

^શાળાઓનીસલામતી માટે પોલીસ વિભાગનો નિર્ણય આવકારદાયી છે. પોલીસ તંત્ર કે સુરક્ષા સેતુ સોસાયટી તરફથી સૂચના મળશે તો તેનું પાલન કરવા માટે દરેક શાળાઅોને તાકીદ કરવામાં આવશે. > રમેશમાછી, જિલ્લાશિક્ષણાધિકારી, ભરૂચ

શાળાઓને પરિપત્ર મોકલાશે

1 કીમી સુધી અવાજ સંભળાશે

શાળાઓ કેવી રીતે લાભ લઇ શકશે

ભરૂચ જિલ્લાનીસરકારી શાળાઓમાં લગાડવામાં આવનારા સાયરન લોકનો અવાજ 1 કીલો મીટરથી વધારે વિસ્તારમાં સંભળાશે. કોઇ પણ વ્યકિત જો લોકને અડકશે તો પણસાયરન વાગવા લાગશે જેથી આસપાસના રહિશોને કંઇ અજુગતું બની રહયું હોવાની જાણ થશે અને ચોરીના બનતા બનાવોને અટકાવી શકવામાં પોલીસ તંત્રને પણ સફળતા મળશે. બીજી તરફ ચોરીના બનાવો પર બ્રેક વાગશે.

પોલીસ વિભાગતથા સુરક્ષા સેતુ સોસાયટી તરફથી ખાસ સાયરનવાળા લોક લગાડવા માંગતી શાળાઓએ તેમની પાસે રહેલાં કોમ્પ્યુટરની સંખ્યા સહિતની દરખાસ્ત તૈયાર કરી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. દરખાસ્તના આધારે સુરક્ષા સેતુ સોસાયટી તરફથી લોક લગાડવા માટે 50 ટકા રકમની આર્થિક સહાય પણ કરવામાં આવશે.

ભરૂચ જિલ્લાની સરકારી શાળાઓમાં ખાસ પ્રકારના સાયરનવાળા તાળા લગાડવા માટેનો અબિગમ અપનાવાવામાં આવ્યો છે. / તસવીરરાજેશ પેઇન્ટર

ભાસ્કર અેક્સક્લૂિઝવ

^સુરક્ષા સેતુ સોસાયટી તરફથી કોમ્પ્યુટર રૂમ ખાતે સાયરનવાળા લોકો લગાડવા સંદર્ભમાં સુચના મળશે તો દરેક પ્રાથમિક શાળાઓમાં પરિપત્ર મોકલી તેના અમલીકરણ અંગેની જાણ કરવામાં અાવશે.> એ.બી.પ્રજાપતિ,જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી, ભરૂચ

કોમ્પ્યુટર રૂમના તાળાને તોડવાનો પ્રયાસ થશે તો સાયરન ગુંજી ઉઠશે : સુરક્ષા સેતુ સોસા. મદદ કરશે

નવતર અભિગમ |કોમ્પ્યુટર તેમજ અન્ય ઉપકરણોની ચોરીના બનાવો અટકાવવા પોલીસ તંત્રની અનોખી પહેલ