• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • પાલેજ સર્વિસ રોડ પર 2 બાઇક સામસામે ભટકાતા એકનું મોત

પાલેજ સર્વિસ રોડ પર 2 બાઇક સામસામે ભટકાતા એકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતરોજપાલેજ ને.હાઇવે નંબર 8 પર બે બાઇક સામસામે ભટકાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાલેજના એક આશાસ્પદ યુવકનું મોત થતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ સવારે 10.30 વાગ્યાના અરસામાં પાલેજ નગરના બે યુવકો મોટરસાઇકલ પર સવાર થઇ પાલેજ ને.હાઇવે નંબર 8ના સર્વિસ રોડ પરથી ભરૂચ તરફ જઇ રહ્યા હતા. કરજણ તાલુકાના સાંસરોદ ગામનો યુવક ફૈયાઝ હસન ઉઘરાદાર પોતાની મોટરસાઇકલ લઇ પાલેજ તરફ આવી રહ્યો હતો. ત્યારે બંને બાઇકો ધડાકાભેર સામસામે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં પાલેજના પઠાણ વિસ્તારમાં રહેતા આકિલ શાજીદ પઠાણ નામના યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જયારે અન્ય યુવાનને108 એમ્બયુલન્સ દ્વારા સારવાર માટે પાલેજની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જયારે સાંસરોદ ગામના યુવકને પાલેજ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા લઇ જવામાં આવ્યો હતો. અકસ્માતમાં પાલેજના આશાસ્પદ યુવકનું મોત નિપજતા નગરમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો.

યુવકના મોતથી નગરમાં ગમગીની ‌છવાઇ

અન્ય સમાચારો પણ છે...