• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં પ્રથમ દિવસે નગર પાલિકા દ્વારા 45 ગેરકાયદે દબાણો દૂર કરાયા

ભરૂચમાં પ્રથમ દિવસે નગર પાલિકા દ્વારા 45 ગેરકાયદે દબાણો દૂર કરાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનગર પાલિકા દ્વારા શહેરમાં આજે બુધવારથી મુખ્ય રસ્તાઓ પણ કરવામાં આવતાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આજે પહેલાં દિવસે પાલિકાના દબાણ શાખાએ કુલ 45 દબાણો દૂર કર્યાં હતાં. જ્યારે કુલ 9 લારીઓ કબજે કરી હતી. આગામી એક સપ્તાહ સુધી પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી ચાલશે.

ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર દબાણ કરતાં લોકો સામે તવાઇ શરૂ કરી છે. પાલિકાના દબાણ શાખા દ્વારા આગામી એક સપ્તાહ સુધી શહેરી વિસ્તારમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવશે. આજે બુધવારથી દબાણ શાખા દ્વારા દબાણો હટાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.

જેમાં વિભાગના સલીમ મોહન, રાજુ તડવી તેમજ અમર પટેલ સહિતના અધિકારીઓ તેમજ 15 થી 20 જેટલાં કામદારોની ટીમ બનાવી શહેરના સ્ટેશન સર્કલથી ગોલ્ડન બ્રીજ સુધી તેમજ સિવિલ રોડ પર ગીતાપાર્ક સોસાયટી સુધીના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતાં કુલ 45 દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. જ્યારે 9 લારીઓ કબજે કરવામાં આવી હતી. ભરૂચ શહેરને સ્વચ્છ અને ચોખ્ખુ ચણાંક રાખવા સાથે પાલિકાએ મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર માટે કોઇ અડચણ સર્જાય તે માટે મુખ્ય માર્ગો પરના દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.

નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં મુખ્ય માર્ગો પર દબાણ કરનારાઅો પર લાલ આંખ કરી દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરી હતી. એક સપ્તાહ સુધી દબાણ હટાવવાની ઝૂબેશ હાથ ધરવામાં આવશે.

એક સપ્તાહ સુધી પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે

અન્ય સમાચારો પણ છે...