• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • સપ્તપદીના ફેરા| લગ્નોત્સવમાં આયોજકો દ્વારા બે મુસ્લિમ યુગલોના પણ નિકાહ કરાવવામાં આવ્યા

સપ્તપદીના ફેરા| લગ્નોત્સવમાં આયોજકો દ્વારા બે મુસ્લિમ યુગલોના પણ નિકાહ કરાવવામાં આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનાગૂંજ સોશ્યિલ ગૃપના ઉપક્રમે ભરૂચી નાકા પાસે ના ઓપન પાર્ટી પ્લોટમાં સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. સમૂહ લગ્ન માં 2 મુસ્લિમ યુગલો સહિત ૫૧ જેટલા નવ યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં.

મોંઘવારીના સમયમાં વધતા જતા લગ્નના ખર્ચાઓ ને જાકારો આપી સાદગીપૂર્ણ રીતે પણ ધામધૂમ રીતે લગ્નનો બીજો અભિગમ સફળ રહયો હતો.૧૫ હજારથી વધુ લોકોએ સમૂહ લગ્નમાં હાજરી આપી હતી.51 જેટલી લગઝરી કારમાં વરરાજાઓનો વરઘોડો ડી .જે ના તાલે નગરમાં નીકળ્યો હતો.બગદાણાથી બાપા સીતારામ પરિવારના સભ્યોએ ખડેપગે ભોજનાલય સંભાળ્યું હતું.દાતાઓના સથવારે નવયુગલોને કરિયાવર કરવામાં આવ્યું હતું .લગ્ન ને સફળ બનાવવા માટે ગૂંજ સોશ્યિલ ગ્રુપ ના પ્રમુખ સુધીર ગુપ્તા,પિયુષ પટેલ સહિતના સભ્યો અને મહેમાનો હાજર રહયાં હતાં. રામકુંડના ગંગાદાસ બાપુ સહિતના સંતો અને મૌલવીઓએ ઉપસ્થિત રહી નવયુગલોને આર્શીવચન આપ્યાં હતાં. આમ લગ્નના ખોટા ખર્ચા અટકાવી યુવક-યુવતીઓને સમુહ લગ્ન તરફ વાળવાનો પ્રયાસ સફળ રહયો હતો.

ગુંજ સોશિયલ ગૃપ તરફથી સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગૃપ દ્વારા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયાં હતાં. તસવીર: હર્ષદ મિસ્ત્રી

અંકલેશ્વરમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયાં

અન્ય સમાચારો પણ છે...