આમોદ પાલિકા પ્રમુખ રાજીનામું આપી ભુર્ગભમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લાની આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં 24માંથી 15 બેઠકો સાથે કોંગ્રેસે બહુમતી મેળવી હતી. પાલિકા પ્રમુખ તરીકે સલીમ રાણાની વરણી કરવામાં આવી હતી. પાલિકામાં વહીવટ સંભાળ્યાં બાદ તેમણે ખોટા ખર્ચા પર નિયંત્રણ લાવતાં કોંગ્રેસના કેટલાક સભ્યો નારાજ થઇ ગયાં હતાં. છેલ્લા ઘણાં દિવસોથી આમોદ નગર પાલીકાના આંતરિક જૂથવાદથી કંટાળીને સલીમ રાણાએ નગર પાલિકા પ્રમુખ તથા સભ્યપદેથી રાજીનામું આપતો પત્ર મોવડીમંડળને મોકલી આપ્યો હતો. જૂથવાદનો ભડકો થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા આમોદ દોડી ગયાં હતાં અને આગેવાનો સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ રાજીનામા બાદ સલીમ રાણા ભુર્ગભમાં ચાલ્યાં ગયાં છે અને તેમનો મોબાઇલ ફોન પણ બંધ આવી રહયો છે.

24 સભ્યોની પાલિકામાં કોંગ્રેસની બહુમતી છે

પક્ષના કેટલાક સભ્યો છબી બગાડયાંનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...