• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • શ્રાદ્ધ પક્ષમાં નર્મદાના કાંઠે મૃતાત્માની શાંતિ માટે તર્પણ

શ્રાદ્ધ પક્ષમાં નર્મદાના કાંઠે મૃતાત્માની શાંતિ માટે તર્પણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદરવામાસના કૃષ્ણપક્ષ શુનિવારથી પિતૃ તર્પણ શ્રાઘ્ધનો પ્રારંભ થતા ભરૂચ જિલ્લામાં ઠેરઠેર તર્પણ વિધિઓનું આયોજન થશે.

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા પુણ્ય સલિલા મા નર્મદાનો તટ પિતૃ તર્પણ માટે ઉત્તમ ગણવામાં આવે છે. શહેરના વિવિધ ઓવારા તથા ઘાટો ખાતે લોકો મૃતાત્માઓની શાંતિ અર્થે તર્પણ કરે છે. શ્રદ્ધાથી જે કાર્ય કરવામાં આવે તે શ્રાઘ્ધ કહેવાય, પિતૃ તર્પણ શ્રાદ્ધ વિધિ ભાદરવા માસની કષ્ણ પક્ષથી શરૂ થાય છે, પરંતુ પ્રથમ સુદ પુનમથી વદ અમાસ સુધીની સોળ તિથિઓ શ્રાદ્ધની તિથિઓ છે. સમય દરમિયાન મૃતાત્માઓની મૃત્યુ તિથિને દિવસે પરદાદા, દાદી, માતા-પિતા, પિતૃવંશના, માતૃવંશના તેમજ ભાઇ બહેન, મિત્રો ગૌત્રના નિસંતાન કુટુંબીજનોની તર્પણ વિધિ શ્રાદ્ધ કરીને પિતૃ ઋણમાંથી મુકત થાય છે તેમ કર્મકાંડી ગિરીશ શુકલે જણાવ્યું હતું. ત્યારબાદ કાગવાસ નાખી પિતૃદેવોની તૃપ્તી અર્થે પ્રાર્થના કરવી જોઇએ.

ત્રણ ઋણ પૈકી દેવ,ઋષિ અને પિતૃ ઋણમાં શ્રાદ્ધથી મુકત થવાય છે શ્રાદ્ધ વિધિ પવિત્ર તીર્થ સ્થાનોમાં થાય છે. બ્રહ્મ, કુટુંબ ભોજન સાથે વૃદ્ધાશ્રમ, બાલાશ્રમ અને પશુ પક્ષીઓને ચણ તેમજ અતિથિઓને ભોજન, યથાશકિત મુજબ દિક્ષિણા આપવાથી પિતૃઓ તૃપ્ત થતા શ્રાદ્ધ કર્મનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.

પિતૃઓ તૃપ્ત થતા શ્રાદ્ધ કર્મનું ફળ પ્રાપ્ત

શુક્રવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...