ભરૂચ પાલિકા દ્વારા ~10.17 લાખના ખર્ચે LED લગાવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનગર પાલિકા દ્વારા પાલિકાથી શક્તિનાથ ગરનાળા સુધીનો માર્ગ પહોળો કરી ડિવાઇડર બનાવવામાં આવ્યું હતું. માર્ગ ઉપર લાઇટનો અભાવ હોઇ પાલિકાએ ડિવાઇડર ઉપર 32 થાંભલા ઉપર 72 જેટલી એલઇડી લાઇટો લગાવી દેતાં માર્ગ ઝળહળતો થયો છેે. એલઇડી લાઇટ લગાવવાથી પાલિકાનું વીજભારણ ઘટશે તેવી આશા વચ્ચે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર એલઇડી લાઇટ નાંખવાની વિચારણા કરવામાં આવી રહી છે.

નગરપાલિકાથી લઇને શક્તિનાથ ગરનાળા સુધીનો સિવિલ રોડ સાંકળો હોવાને કારણે મુશ્કેલી સર્જાતી હતી. જેને પગલે પાલિકાએ માર્ગને પહોળો કરી ડિવાઇડર લગાવી દેવામાં આવ્યાં હતાં. બીજી તરફ માર્ગ ઉપર નવા માર્ગ બન્યા બાદથી અંધારપટ હોઇ તેમજ ડિવાઇડર પર નવી લાઇટો નાંખવાની હોઇ પાલિકા તંત્ર દ્વારા માર્ગ ઉપર એલઇડી લાઇટો લગવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના પગલે નગરપાલિકાથી લઇને શક્તિનાથ ગરનાળા સુધીના માર્ગના ડિવાઇડર ઉપર કુલ 32 થાંભલા પર કુલ 70 એલઇડી લાઇટ લગાવાતાં સમગ્ર માર્ગ ઝળહળતો થયો છે. માર્ગ ઉપરથી રાત્રીના સમયગાળા દરમિયાન પસાર થતાં 3 હજારથી વધુ શહેરીજનોને રાહત થશે.

પાલિકાનો વીજભાર ઘટશે

^ભરૂચપાલિકા દ્વારા એલઇડી લાઇટ નાંખવામાં આવી છે. જેને કારણે પાલિકા પર વીજભાર ઘટશે. અન્ય લાઇટો કરતાં એલઇડી લાઇટમાં વીજકંન્જપ્શન ઓછુ રહેવાથી અંદાજે 30થી 35 ટકા ઓછી વીજળી બળશે. >શૈલેષ પટેલ,કોન્ટ્રાક્ટર.

અન્ય વિસ્તારોમાં પણ એલઇડી લગાવાશે

^એલઇડી લાઇટ લગાવવાથી પાલિકા પરનું વીજભારણ ઘટશે. આગામી દિવસોમાં પાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં તબક્કાવાર એલઇડી લાઇટો નાંખવામાં આવે તેવી વિચારણા કરવામાં આવી રહી છે. >આર. વી.પટેલ, પ્રમુખ,પાલિકા ભરૂચ.

માર્ગ ઉપર નવી લાઇટો લાગનાર હોઇ એલઇડી લાઇટ લગાવાઇ

પાલિકાથી શક્તિનાથ ગરનાળા સુધીનો રસ્તો રોશનીથી ઝળહળતો થયો

અન્ય સમાચારો પણ છે...