તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • શ્રાદ્ધ પક્ષમાં પુણ્ય સલિલા નર્મદા કાંઠે મૃતાત્માઓની શાંતિ માટે થતું તર્પણ

શ્રાદ્ધ પક્ષમાં પુણ્ય સલિલા નર્મદા કાંઠે મૃતાત્માઓની શાંતિ માટે થતું તર્પણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લામાંથી પસાર થતા પુણ્ય સલિલા મા નર્મદાનો તટ પિતૃ તર્પણ માટે ઉત્તમ ગણવામાં આવે છે. શ્રદ્ધાથી જે કાર્ય કરવામાં આવે તે શ્રાઘ્ધ કહેવાય, પિતૃ તર્પણ શ્રાદ્ધ વિધિ ભાદરવા માસની કષ્ણ પક્ષથી શરૂ થાય છે, પરંતુ પ્રથમ સુદ પુનમથી વદ અમાસ સુધીની સોળ તિથિઓ શ્રાદ્ધની તિથિઓ છે. સમય દરમિયાન મૃતાત્માઓની મૃત્યુ તિથિને દિવસે પરદાદા, દાદી, માતા-પિતા, પિતૃવંશના, માતૃવંશના તેમજ ભાઇ બહેન, મિત્રો ગૌત્રના નિસંતાન કુટુંબીજનોની તર્પણ વિધિ શ્રાદ્ધ કરીને પિતૃ ઋણમાંથી મુકત થાય છે તેમ કર્મકાંડી ગિરીશ શુકલે જણાવ્યું હતું.

ત્રણ ઋણ પૈકી દેવ,ઋષિ અને પિતૃ ઋણમાં શ્રાદ્ધથી મુકત થવાય છે શ્રાદ્ધ વિધિ પવિત્ર તીર્થ સ્થાનોમાં થાય છે. બ્રહ્મ, કુટુંબ ભોજન સાથે વૃદ્ધાશ્રમ, બાલાશ્રમ અને પશુ પક્ષીઓને ચણ તેમજ અતિથિઓને ભોજન, યથાશકિત મુજબ દિક્ષિણા આપવાથી પિતૃઓ તૃપ્ત થતા શ્રાદ્ધ કર્મનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. જે ફળ સ્વરૂપે મનોવાંછિત સુખ, સંપતિ, આરોગ્ય, પુત્ર, પરિવાર, વિદ્યા, યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે જેનો વેદો અને પુરાણોમાં નિર્દેશ કરાયો છે. ભાદરવા સુદ પૂનમનું શ્રાદ્ધ સંપન્ના થયા બાદ ક્રમશ: એકમનું, બીજનું, ત્રીજનું રીતે અમાસ સુધીના શ્રાઘ્ધ અર્પણ થશે.

પિતૃઓ તૃપ્ત થતા શ્રાદ્ધ કર્મનું ફળ પ્રાપ્ત થતું હોવાની માન્યતા

આજથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ : દેવ,પિતૃ ઋણમાંથી મળતી મુક્તિ

અન્ય સમાચારો પણ છે...