જીપ ચોરી કેસમાં ટોલ નાકાના ફુટેજ ચેક કરાયાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરના કંથારિયા રોડ ઉપર પાર્ક કરેલી જીપનાં ડિઝલ ટેન્કનું લોક તોડીને લઇ જઇ તેના આધારે ડુપ્લિકેટ ચાવી બનાનવી કારમાં આવેલાં ત્રણ શખ્સોએ જીપની ચોરી કરી ગયાં હતાં. ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસે વાહન ચોર ટોળકીના સગડ મેળવવા કામરેજ તેમજ કરજણ ટોલનાકાના ફુટેજ ચકાસવાની કવાયત પોલીસ હાથ ધરી છે.

ભરૂચના કંથારિયા રોડ ઉપર આવેલાં કોમ્પ્લેક્ષમાંના પેપ્સીના ગોડાઉન પાસે પાર્ક કરેલી એક જીપ ચોરીની ઘટના બની હતી. સુરત પાર્સિંગની કારમાં આવેલી વાહન ચોર ટોળકીના ત્રણ સાગરિતોએ બોલેરો જીપની ડિઝલ ટેન્કનું ઢાંકણું તોડીને લઇ જઇ તેના આધારે ટોળકીએ ડુપ્લિકેટ ચાવી બનાવી લાવી તે ચાવીથી બોલેરો જીપ નું લોક ખોલી જીપની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાંઉ પોલીસને દુકાન પાસેના એક સીસીટીવીના ફુટેજ મળતાં તેમાં વાહન ચોર ટોળકીની સમગ્ર ગતિવધી કેદ થઇ જતાં તસ્કરોને શોધવાની કાવયત હાથ ધરી હતી . પોલીસે જીપની ચોરી કરી તસ્કરો કઇ દિશામાં ભાગ્યાં હશે તેની વિગતો મેળવવા માટે કરજણ તેમજ કામરેજ ટોલનાકાના ફુટેજ મેળવી ચકાસણી કરી હતી. જોકે સીસીટીવી ફુટેજમાં ચોરીની જીપ ત્યાંથી પસાર થઇ હોય તેમ જણાયું હતું. જેને પગલે વાહન ચોર ટોળકીએ અન્ય કોઇ અંતરિયાળ રસ્તા ઉપરથી ભાગી ગયાં હોવાની અથવા તો ટોલનાકા પહેલાં કોઇ આંતરિક રસ્તાનો ઉપયોગ કરી તેઓ સરકી ગયાં હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.

આંતરિક રસ્તાનો ઉપયોગ કરી ભાગી ગયા

કંથારિયા રોડ પર બોલેરો 3 ચોરે ઉઠાવી હતી

અન્ય સમાચારો પણ છે...