• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ કલેકટર કચેરીની સામે ભુવો પડતા અકસ્માતની ભીતિ

ભરૂચ કલેકટર કચેરીની સામે ભુવો પડતા અકસ્માતની ભીતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાકણબીવગા વિસ્તારમાં કલેકટર કચેરીની બરાબર સામે ભુવો પડી ગયો છે. બે સપ્તાહ પહેલાં ભારે વરસાદમાં સ્થળે ટેમ્પો ફસાઇ ગયો હતો અને ત્યારબાદ માટી પુરાણ કરવામાં આવ્યું હતું. ભુવો પડી જતાં વાહનચાલકો તેમાં પટકાવાનો ભય સેવાઇ રહયો છે.

શહેરમાં ગટર યોજનાને કારણે રસ્તાઓના હાલબેહાલ થઇ ગયાં છે. ખોદકામ બાદ માટી પુરાણ બરાબર કરવામાં આવ્યું નથી જેના કારણે ખાડાઓ પડી રહયાં છે અને તેમાં વાહનો ફસાઇ જાય છે. કલેકટર કચેરીની સામે પાઇપ લાઇન નાખવા માટે ખોદકામ કરાયું હતું પરંતુ ત્યારબાદ માટીકામ બરાબર થયું હતું. બે સપ્તાહ પહેલાં થયેલાં વરસાદમાં જગ્યાએ ટેમ્પો ફસાઇ ગયો હતો. કલેકટર કચેરી સામે હોવાથી તાત્કાલિક અસરથી માટીનું પુરાણ શરૂ કરી દેવાયું હતું પણ ફરીથી ભુવો પડી ગયો છે. કોઇ અકસ્માત થાય તે પહેલાં ભુવો પુરવામાં આવે તે જરૂરી છે.

અકસ્માત થાય તે પહેલા રીપેરિંગ થાય તેવી માંગણી

બે સપ્તાહ પહેલા માટી પુરાણ કરવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...