• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ફફડાટ | તળાવમાં મગરને પકડવા માટે મારણ સાથે બે પાંજરા મૂકવામાં આવ્યા : નદીથી 3 કીમી દૂર મગરો આવ્યાં

ફફડાટ | તળાવમાં મગરને પકડવા માટે મારણ સાથે બે પાંજરા મૂકવામાં આવ્યા : નદીથી 3 કીમી દૂર મગરો આવ્યાં કેવી રીતે ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચઅને અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે પર ભુતમામાની ડેરી નજીક મગરે દેખા દેતાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.

સ્થાનિક પશુપાલકોએ મગરો અંગે જાણ કરતાં તેમને ઝડપી પાડવા માટે પાંજરા ગોઠવી દેવાયા છે. નર્મદા નદીથી 3 કીમી દુર મગરો આવ્યાં કેવી રીતે તેની તપાસ વન વિભાગે શરૂ કરી છે.

ભૂતમામાની ડેરી સામે અંદાડા ગામની સીમમાં ગંદા પાણી તેમજ વરસાદી પાણીના તળાવમાં છેલ્લા એક સપ્તાહ થી મગરોને પશુપાલકોએ જોયા હતાં. બનાવની જાણ થતાં આરએફઓ જે.પી ગાંધી, બીટ ગાર્ડ શૈલેષ વસાવા તેમજ ફ્રેન્ડસ ઓફ એનિમલ સંસ્થાના સુનિલ પરમાર,મનીષ પટેલ, ધવલ પટેલ, હેમંત પટેલ સ્થળ પર દોડી આવ્યાં હતાં. તળાવમાં બે મગરો હોવાનું લોકોએ જણાવતાં બે પાંજરા મુકવામાં આવ્યાં છે.અત્રે ઉલ્લેખનીય છે આજ વિસ્તારના છાપરા ગામની સીમ 2 મગર અગાઉ પણ પકડાયા છે. ત્યારે નર્મદા નદી થી 3 કીમી દૂર અંદર સુધી મગરો આવી જતાં લોકોમાં ભય ફેલાયો છે.

ભરૂચની ભુતમામાની ડેરી નજીક મગર દેખાયો

અંકલેશ્વર-ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવે પર ભુતમામાની દેરી પર મગરે દેખા દીધી છે.

અન્ય સમાચારો પણ છે...