તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના સમાચારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના સમાચારો

લુણાવાડા | મહીસાગરજિલ્લાના વિરપુર કે.સી.શેઠ આર્ટ્સ કોલેજ ખાતે મતદાર યાદી સુધારણા અંતર્ગત મતદાર જાગૃતિ અંગેનો માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો હતો. ભવાઇના કલાકારોએ કલાત્મકથી મતદારોને સંદેશ આપ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રેરક પ્રવચનથી મતદારોને મતદાન માટે જાગૃત થવા અપીલ કરી હતી..

વિરપુર કોલેજમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

ભરૂચ | કાશ્મીરઘાટીના અનંતનાગમાં અમરનાથયાત્રીઓ પર થયેલા હુમલાને અંગારેશ્વરના લોકોએ વખોડી નાંખ્યો છે. ખોડલધામ મંદિર ખાતે મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રધ્ધાજલિ અર્પણ કરવામાં આવી હતી. અનંતનાગમાં આતંકવાદીઓએ વલસાડની ટ્રાવેલ્સની બસ પર કરેલાં અંધાધુધ ગોળીબારમાં 7 શ્રધ્ધાળુઓના મોત થયાં છે.

અમરનાથયાત્રીઓને અંગારેશ્વરમાં લોકોએ શ્રધ્ધંાજલિ આપી

ઝાલોદ | ઝાલોદનગરના ગીતા મંદિર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ઢાંકણ માંથી એકાએક ગંદુ પાણી બહાર આવતા વિસ્તારમાં અસહ્ય દૂર્ગંધ ફેલાય હતી. જેના કારણે આસપાસના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

ઝાલોદમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રાહિમામ

સુખસર | સુખસરવાયા કાળીયા થઇ ગરાડુ માર્ગ ઉપર ઝાલોદથી સવારના 7.30 વાગ્યે, 11.30 વાગ્યે તથા સાંજના પાંચ વાગ્યાના સમયે એસ.ટી. બસ ચાલુ કરવામાં આવે તો સવારની પાળી તથા બપોરની પાળીમાં અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓ તથા મુસાફર જનતાને સુખસર તરફ જવા સરળતા રહે તેવી ગામ લોકોએ માંગણી કરી છે.

સુખસર વાયા ઝાલોદ એસ.ટી. બસ ચાલુ કરવા માંગ

જાંબુઘોડા અભ્યારણમાં આવેલ ઇકો ટુરિઝમ સેન્ટર ધનપુરી ખાતે વન્ય પ્રાણી વિભાગ દ્વારા સર્પ સ્વરક્ષણ તાલીમ યોજાઇ હતી. જેમાં નર્મદા જીલ્લા, વડોદરા અને પંચમહાલ જીલ્લાના 55 જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. આમ જાબુઘાડો ભ્યારણમાં આવેલ ઇકો ટુરિઝમ સેન્ટર ધનપુરી ખાતે તાલમાર્થીઓને જાણકારી અપાઇ હતી.

સંજેલી ખાતે તળાવ ફળિયામાં આવેલી આંગણવાડીનું મકાન છેલ્લા કેટલાય સમયથી જર્જરીત હાલતમાં છે. સંજેલી પુષ્પસાગર તળાવની આસપાસમાં રહેતા જાગૃત લોકોને ખબડ પડતા આંગણવાડીના મકાનને નવુ બનાવવાની જરૂર હોવા છતાં પણ માત્ર સામાન્ય રીતે રીપેરીંગ કરાઇ રહ્યું છે તેથી ગામના આગેવાનોએ કામ બંધ કરાવ્યુ હતુ.

જાંબુઘોડા અભ્યારણમા સર્પ સ્વરક્ષણ તાલીમ યોજાઇ

સંજેલી ખાતે તળાવ ફળિયાની આંગણવાડીનું કામ અટકાવાયું

ફતેપુરા તાલુકામાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર રસ્તાઓની હાલત બિસ્માર છે. વહિવટી તંત્ર દ્વારા તસ્દી લેવાતાં રાહદારીઓ તથા વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેવીજ રીતે મારગાળા ગામના લીમઘાટી ફળીયામાંથી પસાર થતો માત્ર 500 મીટરનો રસ્તો વર્ષોથી ડામર થવાની રાહ જોવાઇ રહી છે.

સરકાર દ્વારા જીએસટીનો તા.1 જુલાઇથી અમલમાં આવતા વિવિધ રોજગાર ધંધામાં મંદીનો માહોલ જોવાઇ રહ્યો છે.અચાનક સરકાર દ્વારા જાહેર કરેલ જીએસટી અમલીકરણમાં આવતા એક સિમેન્ટની થેલી પાછળ રૂ.70 જીએસટી લાગતા વેચાણ ઓછુ થઇ ગયુ છે. એક થેલીના રૂ.250 હતા. અને રૂ.70 જીએસટી લાગ્યો છે.

મારગાળાના રસ્તાને ડામરથી બનાવવા જોવાતી રાહ

GST ્ના લીધે સંતરામપુરમાં સિમેન્ટના વેપારમાં મંદી

અન્ય સમાચારો પણ છે...