તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • મનુબર ચોકડીએ સ્પીડબ્રેકર મુકવાની છાત્રાઓની માંગણી

મનુબર ચોકડીએ સ્પીડબ્રેકર મુકવાની છાત્રાઓની માંગણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાદહેજ બાયપાસ રોડ પર આવેલી મનુબર ચોકડી તથા આસપાસના વિસ્તારમાં સ્પીડબ્રેકર મુકવાની માંગ સાથે મુન્શી શાળાની છાત્રાઓએ આવેદનપત્ર આપ્યું હતું. ગુરૂવારે સવારે ટ્રકની ટકકરે છાત્રાનું મોત થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.

દહેજ જીઆઇડીસીમાંથી આવતાં વાહનોની સંખ્યામાં વધારો થઇ રહયો હોવાથી બાયપાસ રોડ પર ટ્રાફિક વધી ગયો છે. માર્ગ પર શાળાઓ અને રહેણાંક વિસ્તાર આવેલા હોવાને કારણે અકસ્માતના બનાવો પણ બની રહયાં છે. ગુરૂવારે સવારે ટ્રકના ચાલકે એકટીવાને ટકકર મારતાં મુન્શી શાળાના ધોરણ 12માં અભ્યાસ કરતી છાત્રાનું મોત થયું હતું. ઘટના બાદ બેફામ દોડતા વાહનો સામે લોકોમાં રોષ જોવા મળી રહયો છે.

શુક્રવારે મુન્શી શાળાઓની છાત્રાઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં માર્ગ પર સ્પીડબ્રેકર નહિ હોવાને કારણે વારંવાર અકસ્માતો થતાં રહે છે. મનુબર ચોકડી પર અને મુન્શી શાળાની સામે રોડ પર સ્પીડબ્રેકર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યુ

અન્ય સમાચારો પણ છે...