તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ-નર્મદામાં મેઘરાજાની મહેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. નર્મદા જિલ્લાના કલેક્ટર કચેરીના ડીઝાસ્ટર શાખા એલાર્ટ કરી દેવાયુ છે. કલેકટર આર. એસ. નીનામાની સુચનાથી નદી કિનારાના ગામોને પણ સાવધ કરી દેવાયા છે.

તમામ તલાટી સરપંચ સહીત ના અધિકારીઓને ગ્રામ પંચાયત પર રહેવા જણાવાયું છે. ભરૂચમાં પણ કલેકટર સંદિપ સાગલેએ અધિકારીઓની બેઠક બોલાવી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.

બીજી તરફ બંને જિલ્લામાં મેઘરાજાની મહેર યથાવત રહી છે. શુક્રવારે છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. વાવણીલાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે અને તેઓ વાવણીકાર્યમાં જોડાઇ ગયાં છે. અને ખેતીની ખરીદીમાં વ્યસ્ત બની ગયો હતો. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા હતા. છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે.

તંત્ર દ્વારા લોકોને સલામતીના પુરતા પગલાં ભરવા અપીલ

ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અન્ય સમાચારો પણ છે...