તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • અંગારેશ્વરમાં અમરનાથ યાત્રીઓને શ્રધ્ધાજલિ અપાઈ

અંગારેશ્વરમાં અમરનાથ યાત્રીઓને શ્રધ્ધાજલિ અપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરઘાટીના અનંતનાગમાં અમરનાથયાત્રીઓ પર થયેલા હુમલાને અંગારેશ્વરના લોકોએ વખોડી નાંખ્યો છે. ખોડલધામ મંદિર ખાતે મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રધ્ધાજલિ અર્પણ કરવામાં આવી હતી. અનંતનાગમાં આતંકવાદીઓએ વલસાડની ટ્રાવેલ્સની બસ પર કરેલાં અંધાધુધ ગોળીબારમાં 7 શ્રધ્ધાળુઓના મોત થયાં છે. આતંકવાદીઓના હિચકારા કૃત્ય બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહયો છે. અંગારેશ્વર ગામમાં આવેલાં ખોડલધામ મંદિર ખાતે એકત્ર થયેલાં લોકોએ મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રધ્ધાજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...