• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Bharuch
  • પાલેજ ખાતે ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના

પાલેજ ખાતે ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના

મોટામીયામાંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ સાહેબના પીર સલીમુદ્દીન ચિશ્તીના માર્ગદર્શન હેઠળ તેઓની વિશે...

DivyaBhaskar News Network | Updated - Jan 06, 2017, 04:40 AM
પાલેજ ખાતે ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના
મોટામીયામાંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ સાહેબના પીર સલીમુદ્દીન ચિશ્તીના માર્ગદર્શન હેઠળ તેઓની વિશે ઉપસ્થિતિમાં તેઓના પુત્ર અને ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન ચિશ્તી દ્વારા મોટામીયા માંગરોલની ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન નામના ટ્રસ્ટની સ્થાપના અંગે અધિકૃત ઘોષણા ઉર્સ દરમ્યાન કરવામાં અાવી હતી. કાર્યરત ટ્રસ્ટનું કાર્યાલય હાલ ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે રહેશે.અા બાબતે ડો. પીર મતાઉદ્દીન ચિશ્તીએ જણાવ્યું હતું કે ઉર્સનો પવિત્ર સમય અને અને 15 દિવસના અાધ્યત્મીક પર્વ નિમિત્તે અા સમાજ ઉપયોગી બાબતની ઘોષણા કરવામાં અાવે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં વૈશ્વિક સ્તરે માનવતાને મજબૂત કરવી અનિવાર્ય બની ગઇ છે. અને માટે સૂફી સિદ્ધાંતો પર સંશોધન જરૂરી છે. સાથે સાથે ગુણવત્તા સભર શિક્ષણ ગરીબ વર્ગના બાળકોને પ્રાપ્ત થઇ શકે અને અારોગ્ય ક્ષેત્રે વધુ ઉત્કૃષ્ટ સુવિધાઓનો લાભ મળે માટે પ્રયાસ કરવામાં અાવશે.તારીખ 8 જાન્યુઅારી રવિવારના રોજ બેઠકમાં વિવિધ સમિતિઓની રચના અને નિમણુંક કરવા બાબતે ચર્ચા થશે. તદઉપરાંત ડો. પીર મતાઉદ્દીન ચિશ્તીએ ઉમેર્યુ હતું કે મોટામીયા માંગરોલની ગાદી સંપૂર્ણપણે નિષ્પક્ષ, બિનરાજકિય અને તટસ્થ છે. કોઇપણ પ્રકારના રાજકારણ સાથે સંબંધ નથી. અા રીતે અા ફાઉન્ડેશન બંધારણને ધ્યાનમાં રાખી કાર્યો કરશે.

શિક્ષણ-અારોગ્ય ક્ષેત્રે સેવાકિય કાર્ય હાથ ધરાશે

X
પાલેજ ખાતે ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App