તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજાટંકારિયાથી જુગાર રમતાં 4 જણા ઝડપાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમોદતાલુકાના રોજા ટંકારિયા ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમતાં 4 જુગારિયાઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 10 હજાર તેમજ બે મોબાઇલ મળી 11 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

રોજાટંકારિયા ગામે વાંટા ફળિયા પાછળના ભાગે આવેલી વાડીમાં પિલુડીના ઝાડ નીચે કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી આમોદ પોલીસને મળી હતી. જેને પગલે પ્રો. પીએસઆઇ કે. એચ. સુથારે તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમતાં રોઝાટંકારિયાન મુબારક દાઉદ પટેલ રહે.કોળીફળિયું, ફિરોજ યુસુફ પટેલ રહે. વાંટાફળીયું, લતીફ મોહંમદ પટેલ રહે. મોટુ ફળિયું તેમજ અનવર અહમદ પટેલ રહે. શેરી ફળિયુંને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે ઝડપાયેલાં જુગારિયાઓના અંગઝડતીમાંથી તેમજ દાવ પર લાગેલાં કુલ રૂપિયા 10 હજાર તેમજ 1 હજારની મત્તાના બે મોબાઇલ મળી 11 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે સ્થળ પરથી બે મોબાઇલ કબજે કર્યા

જુગારિયાઅો પાસેથી 10 હજાર જપ્ત

અન્ય સમાચારો પણ છે...