તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • પરેશ રાવલે સ્ટેજ પરથી જાહેરમાં માફી માગી દિલગીરી વ્યક્ત કરી

પરેશ રાવલે સ્ટેજ પરથી જાહેરમાં માફી માગી દિલગીરી વ્યક્ત કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરેશરાવલની ભરૂચમાં યોજાયેલી સભામાં રાજપુત યુવાનો દ્વારા વિરોધ થાય તેવી શક્યતાઓને સંભાવનાને જોઇને તેમણે સંબોધીને જણાવ્યું હતું કે, ગઇકાલે આવી એક સ્પિચમાં મે રાજપુત સમાજની લાગણી દુભાય તેવો શબ્દ ઉચ્ચાર્યો હતો. જોકે શબ્દ મેં તેમના માટે નહતો કર્યો, કારણ કે હું મુરખ નથી કે આવી વીર કોમ માટે આવો શબ્દ બોલું જોકે શબ્દ હૈદરાબાદના નિઝામ માટે તે શબ્દ બોલ્યો હતો. પરંતુ તેમની ભાવનાને ઠેસ પહોંચતાં તેમણે તેના માટે સ્ટેજ પરથી જાહેર માફી માંગી દિલગીરી વ્યક્ત કરી હતી.

ભરૂચમાં જાહેર સભા યોજાઇ

{ નરેન્દ્ર મોદી ભડ માણસ છે કારણ કે તેણે નર્મદાનું નીર સાબરમતીમાં પહોંચાડ્યું હતું.

{ મોદીને પ્રચાર માટે કોઇ સ્ટારની જરૂર નથી તે જાતે સુપરસ્ટાર છે.

{ 2007થી મોદીના પ્રચારમાં માત્ર વિકાસનો મુદ્દો છે.

{ ગુજરાતમાં હાલમાં જાતિવાદનો આવ્યો છે તે ક્યાંથી આવ્યો, કોંગ્રેસની તે દેન છે.

{ જેએનયુમાં ભારત વિરોધી સુત્રોચ્ચાર કરનારના પડખે કોંગ્રેસ ઉભી રહી હતી.

{ મોદીને હટાવવા મદદ કરવા કોંગ્રેસના મણીશંકર ઐયર પાકિસ્તાનના ખોળામાં બેઠાં હતાં.

{ મોદીના કારણે કોંગ્રેસમાં સંસ્કાર આવ્યાં છે, રાહૂલ હવે ગુજરાતમાં મંદિરોમાં જવા માંડ્યો છે.

{ સરદાર પટેલે દેશને એક કર્યો હતો જ્યારે કોંગ્રેસ દેશને અનેક કરવા બેઠું છે.

{ સરદારના મૃત્યુ બાદ તેમને 30 વર્ષ સુધી ભારત રત્ન એવોર્ડ આપ્યો અને રાજીવ ગાંધીને 3 વર્ષમાં આપી દીધું હતું.

{ સરદારનો ઝંડો લઇને ફરનારા યુવાનોએ કોંગ્રેસના પડખે કેમ ભરાય છે તેઓ એકલાં પણ લડી શકે છે.

પરેશ રાવલની ભરૂચની સભાના અંશો

અન્ય સમાચારો પણ છે...