તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેત્રંગમાં જુગાર રમતાં 4 જુગારિયાઓ ઝડપાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગપોલીસની ટીમ પંથકમાં ચુંટણીને અનુલક્ષીને પેટ્રોલિંગમાં હતી. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, કંબોડિયા ગામના બસ સ્ટેન્ડની સામે આવેલી ગૌચરની જમીનમાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના આધારે પોલીસની ટીમે સ્થળ ઉપર દરોડો પાડી જુગાર રમતાં જગદિશ ભુપેન્દ્ર ચૌધરી, સુનિલ બાલુ વસાવા, અનિલ પ્રવિણ વસાવા, જીવણ સેરિયા વસાવા, મંગા બાબર વસાવા તેમજ દેવા સોમા વસાવાને ઝડપી પાડ્યાં હતાં.

પોલીસે રેડ પાડતાં જુગારિયાઓ પૈકીનો દેવેન્દ્ર માધવસિંગ વાસવા નામનો એક શખ્સ પોલીસને ચકમો આપી નાસી છુટ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને ચકમો આપી એક જુગારિયો ફરાર

કંબોડિયામાં બેટરીની લાઇટના અજવાળે જુગાર રમતાં હતાં

અન્ય સમાચારો પણ છે...