તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભારતમાં સૌથી વધુ આંબાનું વાવેતર ઉત્તરપ્રદેશમાં થાય છે

ભારતમાં સૌથી વધુ આંબાનું વાવેતર ઉત્તરપ્રદેશમાં થાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં હાલમાં આંબાનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં (સવા લાખ એકર પ્રદેશમાં) થાય છે. તે પછી તમિલનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને આસામનો નંબર આવે છે. મહારાષ્ટ્ર આલફાન્ઝો અને પાયરી જેવી વેપારી દ્રષ્ટીએ ઉત્તમ કેરીઓ થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે વલસાડ, સુરત, ભરૂચ તેમજ ઓછાવત્તા પ્રમાણમાં દરેક જિલ્લામાં કેરીઓ થાય છે. સૌરાષ્ટ્રના જુનાગઢ, ભાવનગર, જામનગર અને મોરબી જિલ્લામાં પણ થોડી ઘણી કેરીઓ થાય છે.

કેરીનાં ગુણધર્મો

કેરીના રસમાં જો મીઠું અને સૂંઠ પાઉડર ઉમેરીને ખાવામાં આવે તો તે પાચ્ય બની જાય છે.કેરીના રસના સૂકવેલા પાપડ તરસ- ઉલટી મટાડનાર, વાતહરનાર, પિત્તહર, રોચક અને હલકાં છે.વધુ પડતી કેરી ખવાય તો કેરીની ગરમી મોંઢા ઉપર ફૂટે છે.કેરી ચૂસીને ખાવાથી તે રૂચિકર લાગે છે અને સાથે સાથે તે બળવર્ધક છે અને વીર્ય વધારનાર છે. કેરીનાં ગોટલાનાં ગર્ભ કાઢીને એટલે કે ગોટલી કાઢીને તેની ચીરીઓ કરી તેમાં મીઠું અને લીંબુનો રસ લગાડી સૂકવી તેને મુખવાસ તરીકે ઊપયોગ કરવામાં આવે છે.

કૃષિમાં અવનવું

અન્ય સમાચારો પણ છે...